શરીરમાં એનર્જી વધારવાની સાથે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક પ્રોટિનથી
ભરપુર તકમરિયાનું આરોગ્યપ્રદ પીણું સવારે ખાલી પેટે પીવાનાં અનેક ફાયદા છે. તકમરિયાને હિન્દીમાં સબ્ઝા કે અંગ્રેજીમાં સ્વીટ બેસિલ સીઝ કહેવાય છે, જે એક એવું સુપર ફૂડ છે, જે પરંપરાગત ઔષધિઓમાં પણ ઉપયોગમાં લેવાતું આવ્યું છે. તકમરિયાને પ્રોટિનનું પાવરહાઉસ કહેવાય છે, આ ઝીણાં દાણાં શરીર માટે જરૂરી ફેટી એસિડથી ભરપુર હોય છે, તેમાં પાચન વધારનારા રેસા હોય છે. તે ઉપરાંત તેમાં કેÂલ્શયમ, મેગ્નેશિયમ, આયર્ન અને અન્ય માઇક્રોન્યુટ્રીએન્ટ્‌સ રહેલાં હોય છે. તેનાથી પેટમાં ગેસ નથી થતો અને સરળતાથી પેટ સાફ થઈ જાય છે. ખાલી
પેટે તકમરિયા પીવાથી તમારા શરીરમાં એનર્જી પણ વધે છે. સાથે જ તે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે. તકમરિયા પાણીમાં પલાળતાં પહેલાં કડક હોય છે, પરંતુ
પાણીમાં રહ્યા પછી એ જેલી જેવા પારદર્શક અને પોચાં થઈ જાય છે. બેંગ્લોરની ક્લાઉડનાઈન હોસ્પટલના ચીફ Âક્લનિકલ ન્યુટ્રિશનિસ્ટ અભિલાશા વી. દ્વારા તકમરિયાના પાણીને તમારા રોજિંદા જીવનનો ભાગ બનાવવાના ફાયદા આ મુજબ સમજાવ્યા છે.
• પોષક તત્વોથી ભરપુર
તકમરિયામાં ભરપુર માત્રામાં પ્રોટિન, ફેટી એસિડ, રેસા, અનેક પ્રકારના વિટામિન, કેÂલ્શયમ, મેગ્નેશિયમ અને આયર્ન રહેલાં છે. ખાલી પેટે તકમરિયાનું પાણી પીવાથી શરીર આ પોષક તત્વો અસરકારક રીતે ગ્રહણ કરી શકે છે.
• પાચનતંત્ર માટે આશિર્વાદરૂપ
તકમરિયાનો સૌથી મહત્વનો ફાયદો એ છે કે તે પાચનતંત્ર માટે આશીર્વાદરૂપ છે. તેમાં રેસાનું પ્રમાણ વધારે હોવાથી સરળતાથી પેટ સાફ થાય છે અને પેટમાં ગેસ જમા થતો નથી. તે સરળતાથી ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. સવારે તકમરિયાનું પાણી પીવાથી સમગ્ર
આભાર – નિહારીકા રવિયા પાચનતંત્ર સ્વચ્છ રહે છે અને પેટને નિરોગી રાખે છે.
• વજનને નિયંત્રણમાં રાખવા માટે જાણીતા છે. તેને પાણીમાં પલાળવાથી બીજ ફુલીને જેલી જેવા બની જાય છે તેનાથી તેમાં ફાઇબરની માત્રામાં વધારો થાય છે. આ પાણી પીવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે. તેથી તમને બિનજરૂરી નાસ્તા ખાવાનું મન થશે નહીં અને તમારો ખોરાક નિયંત્રણમાં રહેશે. તેમજ આ બીજમાં કેલેરીનું પ્રમાણ અતિશય નીચું હોય છે અને પોષક તત્વો વધુ હોવાથી તે તમારી વજન ઘટાડવાની સફરમાં ખુબ મદદરૂપ થઈ શકે છે.
• બ્લડ શુગરને જાળવી રાખે છે
જેમને ડાયાબિટીસ છે અથવા તો જેઓ શરીરમાં બ્લડ શુગર લેવલને જાળવી રાખવા માગે છે તેમના માટે તકમરિયાથી ઘણો ફાયદો થઈ શકે છે. તેમાં રહેલું ફાઈબર પાચનને પીમું પાડે છે અને તેથી શરીરમાં કાર્બોહાઈડ્રેડ્‌ઝનું પ્રમાણ વધતું નથી, જે બ્લડ શુગર લેવલને અચાનક વધતું અટકાવે છે. સવારે જા તકમરિયાનું પાણી પીવામાં આવે તો તે સમયાંતરે શરીરમાં જરૂર મુજબ ગ્લુકોઝ પેદા કરે છે, જે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા ખુબ ઉપયોગી છે.
• શરીરમાં હાઈડ્રેશન સુધારશે
તકમરિયાના બીજ તેનાં વજન કરતાં ૩૦ ગણું પાણી શોષવાની ક્ષમતા ધરાવે છે, તેથી તે સૌથી શ્રેષ્ઠ હાઈડ્રેશન ડ્રિન્ક બની શકે છે. શરીરને કામ કરવા માટે તેમાં પ્રવાહીનું પ્રમાણ જળવાવું પણ બહુ અગત્યનું છે, તેનાથી પાચન, શરીરમાં લોહી અને પાણીની પ્રવાહીતા, શરીરનું તાપમાન જાળવવા વગેરેમાં મદદરૂપ થાય છે. સાથે જ તમારા શરીરની ઊર્જા પણ વધે છે અને તમને આખો દિવસ કામ કરવામાં થાક લાગતો નથી. જા તમે વજન ઘટાડવા માગતા હોય, બોડી ડિટોક્સ કરવા ઇચ્છતા હોય કે પછી બ્લડ શુગર જાળવી રાખવા માગતા હોય તો પણ તકમરિયાનું પાણી તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ૧૫થી ૩૦ મિનિટ સુધી તકમરિયાને પાણીમાં પલાળી રાખ્યા પછી એ પાણીમાં થોડુંક લીંબુ ઉમેરવાથી ખુબ આરોગ્યપ્રદ પીણું તૈયાર થાય છે
• શરીરને ડિટોક્સ કરે છે
તકમરિયા શરીરનાં બધાં જ કચરાને બહાર કાઢીને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેનાથી વધુ પેશાબ થાય છે, જે શરીરમાંથી બિનજરૂરી કચરાને બહાર ધકેલવાનું કામ કરે છે. તેથી ખાલી પેટે તકમરિયાનું પાણી લીવર અને કીડનીને શુદ્ધ કરવાનું પણ કામ કરે છે, તેનાથી તમારું સર્વાંગી સ્વાસ્થ્ય સુધરે છે.
• ત્વચાને સુધારે છે
તકમરિયામાં એન્ટી ઓÂક્સડન્ટ્‌સનું પ્રમાણ ભરપુર હોય છે જે શરીરમાંથી ઓÂક્સડેટિવ સ્ટ્રેસ દૂર કરે છે. તેનાથી વધતી ઉંમર અને ત્વચાને લગતી ઘણી સમસ્યાઓમાં ફાયદો થાય છે. જેમકે, તકમરિયાથી સોજા ઘટે છે, જે ખીલ, ફોલ્લીઓ કે ડાધ દૂર કરીને ત્વચાને સુંવાળી બનાવે છે. તકમરિયાના
પાણીથી તમારી ત્વચા સાફ, ચમક્તી અને Âસ્નગ્ધ બને છે, જે અંદર અને બહાર પણ ત્વચાની તંદુરસ્તી વધારે છે.
• રોગપ્રતિકારક શÂક્ત વધારે
વિટામિન, એÂન્ટઓÂક્સડન્ટ્‌સ સહિત અન્ય તત્વોનું વધારે પ્રમાણ રોગપ્રતિકારક શÂક્ત વધારવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન રોગપ્રતિકારક શÂક્તને વધુ મજબૂત બનાવે છે, તેનાથી તમારું શરીર કેટલાંક ચેપી રોગો અને બીમારીઓથી સુરક્ષિત રહે છે. તકમરિયામાં બેક્ટેરિયા અને વાયરસથી બચાવવાની ક્ષમતા રહેલી છે.
• હૃદયની તંદુરસ્તી વધારે છે
તકમરિયામાં ઓમેગા ૩ ફેટી એસિડ હોય છે, જે હૃદયના આરોગ્યને વધારે છે. તે ચરબી વધતી અટકાવે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને વધતો અટકાવે છે તેમજ સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. તકમરિયાના પાણીથી કાર્ડિયોવસ્ક્યુલર હેલ્થને ટેકો મળે છે જે હૃદયની બીમારીથી બચાવીને તંદુરસ્ત લોહીના પ્રવાહને જાળવી રાખે છે.
• સ્ટ્રેસ અને એક્ઝાઈટી ઘટાડે છે
તકમરિયામાં એડપ્ટોજેનિક તત્વો હોય છે, તેનો અર્થ એ થયો કે તે શરીરને સ્ટ્રેસ સ્વીકારીને મનને શાંત કરવામાં મદદ કરે છે. તકમરિયામાં રહેલાં મેગ્નેશિયમ અને અન્ય તત્વો શરીરની ન્યુટ્રીટ્રાન્સમિટર એક્ટવિટીને નિયંત્રત રાખે છે તેનાથી એક્ઝાઈટી ઘટે છે અને રિલેક્સ રહી શકાય છે.

ડો.આર.એસ.૫રમાર અને ડો.બી.વી.ઠુમર
કોલેજ ઓફ એગ્રીકલ્‍ચર જૂનાગઢ, એગ્રીકલ્‍ચર યુનિવસીટી, મોટાભંડારીયા-૩૬૫૬૧૦