શ્રી રાધે રાધે એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક પૂ. જીગ્નેશ દાદાના અધ્યક્ષ સ્થાને તા.૮ થી ૧૪ માર્ચ સુધી ભવ્યાતિ ભવ્ય રીતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને તત્વા યંત્રિપદી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. તથાસ્તુ વિદ્યાપીઠમાં ધુળેટી પર્વની ઉજવણી પ્રસંગે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. પૂ. જીગ્નેશ દાદા (રાધે રાધે )એ ઉપસ્થિત ભાવિકોને કેસુડાના કેસરિયા રંગથી ભીંજવ્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.