કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી. તાજેતરમાં જ ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ થયું હતું, જેને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ ૧૭ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. કંગના રનૌત પણ આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. દરમિયાન કંગના રનૌતે પ્રિયંકા ગાંધીને ફિલ્મ ‘ઇમરજન્સી’ જાવાની વિનંતી કરી છે. વાસ્તવમાં આ ફિલ્મમાં તે પૂર્વ વડાપ્રધાન અને પ્રિયંકા ગાંધીની દાદી ઇન્દીરા ગાંધીનો રોલ કરી રહી છે.
હાલમાં જ વાત કરતા કંગના રનૌતે જણાવ્યું હતું કે તેણી સંસદમાં પ્રિયંકા ગાંધીને મળી હતી. આ દરમિયાન તેમણે પ્રિયંકા ગાંધીને પહેલી વાત એ કરી કે તમે ઈમરજન્સી જાઈ લો. આગળ અભિનેત્રીએ તેને એમ પણ કહ્યું કે તેને તે ખૂબ જ ગમશે.
ખરેખર, કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી ૧૭ જાન્યુઆરીએ આવી રહી છે. આવી સ્થિતિમાં કંગના રનૌતે પ્રિયંકા ગાંધીને સંસદમાં તેમની ફિલ્મ જાવાની વિનંતી કરી હતી. આ વાત અભિનેત્રીએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવી હતી. કંગનાએ એમ પણ કહ્યું કે પ્રિયંકા ગાંધી ખૂબ જ નમ્ર હતા અને તેમણે સંભવતઃ ઈમરજન્સી જાઈને પ્રશ્ન પર ‘હા’ કહ્યું હતું.
આ દરમિયાન કંગના રનૌતે કહ્યું કે તેણે પૂર્વ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની ભૂમિકા ખૂબ જ આદર અને સંવેદનશીલતા સાથે ભજવવાનો પ્રયાસ કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે મેં રિસર્ચ કરવાનું શરૂ કર્યું ત્યારે મેં જાયું કે તેના અંગત જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો હતી. પછી તે તેના મિત્રો સાથેના સંબંધો હોય, પતિ હોય કે પછી વિવાદાસ્પદ સમીકરણો. હવે જાવાનું એ રહે છે કે તે આ ફિલ્મ જાવા માંગશે કે કેમ.
આ દરમિયાન કંગના રનૌતે કહ્યું કે તેને લાગે છે કે દરેક વ્યક્તિમાં ઘણું છે. તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે મહિલાઓની વાત આવે છે, ત્યારે આ બાબતો મુખ્યત્વે સનસનાટીભર્યા ઘટનાઓ સુધી મર્યાદિત હોય છે. સંશોધન દરમિયાન, મને જાણવા મળ્યું કે મોટાભાગની વસ્તુઓ આ વિશે હતી. તેણે કહ્યું કે, મેં આ પાત્ર ખૂબ જ સંવેદનશીલતાથી ભજવ્યું છે. અને મને લાગે છે કે દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ. મને લાગે છે કે તેને ઘણો પ્રેમ અને આદર મળ્યો. ત્રણ વખત વડા પ્રધાન બનવું એ કોઈ મજાક નથી.