જીવનથી મૃત્યુપર્યંત દરેક માનવીને કામ, કામને બસ કોઈને કોઈ કામ રહ્યા જ કરે છે. પણ કોઈ તેને હળવાશથી લઈ સફળતાપૂર્વક પાર પાડે છે, કોઈ પરાણે-પરાણે પાર પાડે છે, તો કોઈ કામના આરંભથી જ ડરે છે. કોઈ પોતાના કામથી ખુશ છે તો કોઈ પરેશાન છે. આવો આજે જાણીએ કે જે તમે તમારા કામથી પરેશાન છો? કે કેમ? પુરુષ હોય કે સ્ત્રી, નોકરી-વ્યવસાય કરતા હોય કે ઘર સંભાળતા હોય, આજે કામથી સૌ કોઈ પરેશાન રહેતા હોય છે. જા કાર્યકારી સ્ત્રી-પુરૂષ હોય તો પોતાની ઓફિસમાં કામ, સહકર્મીઓ, બોસ સાથે કામકાજી અને વ્યવહારિક સંબંધ ટકાવી રાખવા માટે તેમજ ઘરકામ માટે પરિશ્રમ કરવો પડે છે. એ દરમિયાન કંઈ કેટલીય સમસ્યાઓનો સામનોય કરવો પડે છે ને કયારેક માનસિક તણાવ પણ વેઠવો પડે છે. પણ, આ બધામાંથી સાંગોપાંગ પાર પડે તે જ હિંમતવાન માનવી. મુશ્કેલી તો સૌને વધે છે, ને આવે છે. તેમાંથી પાર ઉતરો તો જ જીવન જીવાય, આવો જાણીએ કે તમારા કામથી તમે પરેશાન છો કે કેમ?. (૧) છેલ્લા કેટલાક સમયથી તમારા ઉપર કામનો ભાર વધી ગયો છે? (અ) હા (બી) ના (સી) વધ્યો છે, પરંતુ સંભાળી શકો છો. (ર) કામના ભારણને કારણે આવતો ગુસ્સો ઘરની બહાર, ઓફિસમાં કે દુકાનદાર પર કે અન્ય પરિવારજન પર ઉતારો છો? (એ) ના (બી) હા (સી) કયારેક. (૩) શું તમને લાગે કે, ઓફિસની બાબતો પર ચિંતા કે તણાવ કરવાથી રજાનો મૂડ ખરાબ થઈ જાય છે? (એ) હા (બી) ના (સી) માત્ર ત્યારે જ કે જયારે સમસ્યા વધુ જટિલ હોય. (૪) શું તમને જે કામ સોંપવામાં આવ્યા હોય, તે તમારી રુચિ બહારના હોય છે. એમાય તમારા કામ ઉપરાંત બીજાના કામ પણ તમારે પૂરા કરવા પડે છે? (એ) હંમેશા (બી) ના (સી) કયારેક. (પ) ગયા અઠવાડિયે ગુસ્સામાં કેટલીક વખત તમે કોમ્પ્યૂટર પર ગુસ્સો કર્યો કે કચરાની ટોપલીને લાત મારી કે પછી કાગળ ફાડવાની શરૂઆત કરી? (એ) કયારેય નહિ (બી) એકાદ બે વખત (સી) કેટલી વખત. (૬) શું બે-ચાર કામ એકસાથે કરવાથી તમે મુશ્કેલી અનુભવો છો? (એ) હા (બી) ના (સી) કયારેક જ. (૭) કામકાજ દરમિયાન તણાવમાં આવી જવાને કારણે તમારે વારંવાર ચા-કોફી પીવા પડે છે કે ચોકલેટ ખાવી પડે છે? (એ) હા (બી) ના (સી) કયારેક-કયારેક. (૮) કામકાજથી પરેશાન થઈને કયારેય કોઈ ચીજ વસ્તુની તોડફોડ કરી છે? (એ) હા (બી) ના (સી) એકાદ-બે વખત. (૯) કામકાજનો ભાર તમને બધુ જ એકસાથે કરવા પ્રેરે છે, પરંતુ તેનું પરિણામ સંતોષજનક નથી મળતુ. (એ) હા (બી) ના (સી) મોટેભાગે. (૧૦) તમે તમારા કામકાજ (એ) પ્રેમથી – રસપૂર્વક કરો છો (બી) કરવા પડે છે માટે કરો છો. (સી) થોડા કામો રસપૂર્વક અને થોડા કરવા પડે છે માટે કરો છો. પરિણામ • ર૦થી ૩૪ઃ તમે તમારા કામકાજથી ખૂબ પરેશાન છો. વારંવાર ગુસ્સે થવુ એ તન-મન માટે યોગ્ય નથી. તમે વિચારો કે મુશ્કેલીઓ કેમ ઉદભવે છે? શું તમારી અપેક્ષાઓ વધારે છે? કે તમારી પાસેથી વધુ અપેક્ષાઓ રાખવામાં આવે છે ? જા તમને તમારા કાર્યથી અસંતોષ જ મળતો હોય તો કંઈક એવા પગલા લો કે જેથી સંતોષ મળે. • ૩૬ થી ૪૮ઃ તમે કયારેક- કયારેક તમારા વર્તનને નિયંત્રણમાં રાખી શકતા નથી, અને ગુસ્સો કરી બેસો છો. પરુંતુ વધુ પડતા કામને પહોંચી વળવા તણાવને દૂર કરવાનું પણ સારી રીતે જાણો છો. મન-મગજ પર નિયંત્રણ રાખી શાંતિ ચિત્તે આગળ વધો. કામની પરેશાની હળવી થશે જ. • પ૦થી ૬૦ઃ તમે તમારા કામને સફળતાપૂર્વક પાર પાડવા માટે તણાવ અને ગુસ્સાને ખૂબ જ પ્રભાવશાળી રીતે દૂર કરવાનું જાણો છો, પરિણામ સ્વરૂપે તમે કયારેય ગુસ્સા પરનો કાબુ ગુમાવતા નથી ને આગળ વધો છો. તમે તમારા કામોને સફળતાપૂર્વક પાર પાડવાની આવડત ધરાવો છો. અભિનંદન.
રેડ સિગ્નલ: ‘‘ ભવ્ય કાર્યો આપણે કરી શકીએ એમ નથી. નાનકડા કાર્યો આપણે કરવા ઈચ્છતા નથી. પરિણામે, તેની વચ્ચે રહેતા આપણે કશુ કરતા જ નથી.’’