મુંબઈ હુમલાના કાવતરાખોર અને પાકિસ્તાની મૂળના કેનેડિયન આતંકવાદી તહવ્વુર હુસૈન રાણાએ ફરી એકવાર ભારત પ્રત્યાર્પણ સામે અરજી દાખલ કરી છે
અમેરિકાની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો આવતા મહિને મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણા દ્વારા ભારત પ્રત્યાર્પણ પ્રક્રિયા પર રોક લગાવવાની નવી અરજી પર સુનાવણી કરશે. નવી અરજી મુખ્ય ન્યાયાધીશ જાન રોબર્ટ્સ સમક્ષ દાખલ કરવામાં આવી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન નાગરિક રાણા (૬૪)ને લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. તે ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક ડેવિડ કોલમેન હેડલીનો નજીકનો સાથી હતો.
રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટના એસોસિયેટ જસ્ટિસ અને નવમી સર્કિટના સર્કિટ જસ્ટિસ એલેના કાગન સમક્ષ “હેબિયસ કોર્પસ પિટિશનની પેન્ડિંગ ટ્રાયલ પર સ્ટે મૂકવા માટે કટોકટી અરજી” દાખલ કરી હતી. કાગને આ મહિનાની શરૂઆતમાં અરજી નકારી કાઢી હતી. ત્યારબાદ રાણાએ “હેબિયસ કોર્પસ અરજીની પેન્ડિંગ ટ્રાયલને રોકવા માટેનો તેમનો કટોકટી પ્રસ્તાવ” ફરીથી રજૂ કર્યો, જે સૌપ્રથમ જસ્ટિસ કાગન સમક્ષ રજૂ કરવામાં આવ્યો અને વિનંતી કરી કે તેને ચીફ જસ્ટિસ રોબર્ટ્સ સમક્ષ રજૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાણાની નવી અરજીની સુનાવણીની તારીખ ૪ એપ્રિલ, ૨૦૨૫ નક્કી કરવામાં આવી છે અને “અરજી” “કોર્ટમાં મોકલવામાં આવી છે”.
ન્યૂયોર્કના પ્રખ્યાત ભારતીય-અમેરિકન વકીલ રવિ બત્રાએ જણાવ્યું હતું કે રાણાએ પ્રત્યાર્પણ રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી ૬ માર્ચે જસ્ટિસ કાગને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું કે અરજી હવે ચીફ જસ્ટિસ રોબર્ટ્સ સમક્ષ છે, “જેમણે તેને કોર્ટ સાથે શેર કરી છે જેથી સમગ્ર કોર્ટનો દૃષ્ટિકોણ વાપરી શકાય.” બત્રાએ કહ્યું કે તેમને આશા છે કે “ચીફ જસ્ટિસ રોબર્ટ્સ રાણાને અમેરિકામાં રહેવાના અને ભારતમાં ન્યાયનો સામનો કરવાનું ટાળવાનો ચુકાદો આપશે.” તેમણે કહ્યું, “ઓવલ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન (નરેન્દ્ર) મોદી વચ્ચેની મુલાકાત પછી, રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે રાણાને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે.”
પોતાની કટોકટીની અરજીમાં, રાણાએ ભારત સમક્ષ આત્મસમર્પણ કરવા અને ૧૩ ફેબ્રુઆરીના રોજ થયેલી અરજીના યોગ્યતા પર ટ્રાયલ પેન્ડિંગ રહે ત્યાં સુધી ભારત પ્રત્યાર્પણ પર રોક લગાવવાની માંગ કરી હતી. તે અરજીમાં, રાણાએ દલીલ કરી હતી કે તેમનું ભારત પ્રત્યાર્પણ યુએસ કાયદા અને ત્રાસ વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર સંમેલનનું ઉલ્લંઘન છે, “કારણ કે એવું માનવા માટે પૂરતા આધારો છે કે જા તેમને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવે તો અરજદારને ત્રાસ આપવાનું જાખમ રહેશે.” અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “આ કેસમાં ત્રાસ આપવાની શક્્યતા વધુ છે કારણ કે અરજદાર મુંબઈ હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના મુસ્લિમ છે.” અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તેમની “ગંભીર તબીબી સ્થિતિ”ને કારણે, ભારતીય અટકાયત કેન્દ્રોમાં તેમનું પ્રત્યાર્પણ આ કેસમાં “વાસ્તવિક” મૃત્યુદંડની સજા છે.