બાબરા-દામનગર વિધાનસભા મત વિસ્તારના તાજપરથી ભીંગરાડ જવાના માર્ગને રૂ. ૭૦ લાખના ખર્ચે સી.સી. રોડ બનાવવા માટે સરકારે મંજૂરી આપી છે. આ નવો રોડ બનાવવા માટે સ્થાનિક ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ સરકારમાં રજૂઆત કરી હતી.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૦૨૪/૨૫ હેઠળ તાજપરથી ભીંગરાડ જવાનો સી.સી.રોડ બન્યા પછી તાજપર, રામપર, ભુરખીયાના લોકોને ભીંગરાડ તરફ જવામાં સરળતા રહેશે. આ વિકાસ કાર્યને લઈને તાજપર અને ભીંગરાડ ગામના લોકોમાં ખુશી વ્યાપી છે. લોકોએ ધારાસભ્ય જનકભાઈ તળાવીયાની કામગીરીને બિરદાવી છે.