ટીવીનો ચર્ચિત અને ધમાકેદાર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ચાહકોનું દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી, સીરિયલને લઈ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હાલમાં શોમાં સોનુનું પાત્ર નિભાવતી પલક સિંધવાનીએ શોને અલવિદા કહ્યું છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડક્શન હાઉસ નીલ ફિલ્મ પ્રોડક્શને પલક સિંધવાનીને એક લીગ નોટિસ મોકલી છે. પલક શોમાં સોનુ ભિડેનો રોલ પ્લે કરી રહી છે. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે પલકએ એક્સક્લુઝિવ આર્ટિસ્ટ કોન્ટ્રાક્ટના ઘણા નિયમો સાથે રમત રમી છે, જેના કારણે શો અને પ્રોડક્શન કંપનીને મોટું નુકસાન થયું છે.
સોનુના પાત્રમાં જોવા મળતી પલક સિંધવાનીએ સીરિયલને અલવિદા કહી દીધું છે પરંતુ જતાં-જતાં મેકર્સની પોલ પણ ખોલી નાંખી છે. સાથે તેના પર માનસિક ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું મેકર્સ સતત પરેશાન કરતા હોવાથી તેને પેનિક અટેક પણ આવ્યો હતો.
હજુ સુધી પલક સિંધવાનીએ આ મામલે પુષ્ટિ કરી હતી.તેમણે કહ્યું ૩૦ સપ્ટેમ્બરના રોજ સેટ પર તેનો છેલ્લો દિવસ હતો. તમને જણાવી દઈએ કે, પલકે ૨૦૧૯માં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માશોમાં એન્ટ્રી કરી હતી.
તમને જણાવી દઈએ કે, લાંબા સમયથી ટીવી પર આવી રહેલા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિવાદોમાં રહ્યો છે. મેકર્સ સાથે મતભેદના કારણે અનેક કલાકારોએ ડાયરેક્ટર અસિત કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા અને શોને અલવિદા કહી દીધું છે.