જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા અને ગીર સોમનાથના એસપી મનોહરસિંહ જાડેજાની સૂચના મુજબ ગીર સોમનાથ જિલ્લા પોલીસે તાલાલાના સુરવા ગામે આવેલા ગીર મેંગો વેલી ફાર્મમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. એલસીબીની ટીમે ૧૦ જુગારીઓને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી. એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.સી. સિંધવની ટીમે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસે ફાર્મ હાઉસ સંચાલક અજીત દરજાદા સહિત ૧૦ જુગારીઓને પકડ્યા હતા. પોલીસે રોકડ રૂ. ૪૩,૫૦૦, ચાર મોટરસાઈકલ કિંમત રૂ. ૧.૮૦ લાખ, ૧૦ મોબાઈલ ફોન કિંમત રૂ. ૫૦,૦૦૦ અને જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. ૨.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓમાં અલ્તાફ કેસરીયા, રહેમાન ખાન, ફિરોઝ પઠાણ, ઇકબાલ પટેલ, મહેબુબ શાહમદાર, સરફરાજ પટેલ, સાજીદ સુમરા, વસીમ જમાદાર અને મુનાફ સોરઠીયાનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે તાલાલા પોલીસમાં જુગારધારા કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.