આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિર ટ્રસ્ટે ૧૮ કર્મચારીઓને કાઢી મૂક્યા છે. આ બધા કર્મચારીઓ હવે મંદિર માટે કામ કરી શકશે નહીં. તેમની પાસે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનો અથવા બીજા વિભાગમાં ટ્રાન્સફર કરવાનો વિકલ્પ છે. વિશ્વના સૌથી ધનિક મંદિર ટ્રસ્ટ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમનો આ નિર્ણય ચર્ચામાં છે. ટીટીડીમાં ૧૪,૦૦૦ થી વધુ કર્મચારીઓ કામ કરે છે, જેની સંપત્તિ ૨.૫ લાખ કરોડ રૂપિયા છે, પરંતુ માત્ર ૧૮ લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ચાલો જાણીએ કે ્્ડ્ઢ એ આ નિર્ણય કેમ લીધો.
ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરના સત્તાવાર રખેવાળ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના અઢાર કર્મચારીઓ ‘બિનહિન્દુ’ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા જાવા મળ્યા. આ પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકોને મંદિર સંસ્થા દ્વારા આયોજિત તમામ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોમાં હાજરી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મંદિર સંસ્થાએ જણાવ્યું હતું કે બિન-હિન્દુ ધાર્મિક પ્રવૃત્તિઓને રોકવા માટે ૧૮ કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મંદિર પ્રશાસનના મતે, આનાથી ટીટીડીની પ્રતિષ્ઠા ઘટી રહી છે. ટીટીડીના એક્જિક્યુટિવ ઓફિસર જે. શ્યામલા રાવે જણાવ્યું હતું કે, “એવું સાબિત થયું છે કે ટીટીડીના ૧૮ કર્મચારીઓ બિન-હિન્દુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ હતા, જાકે તેમણે ભગવાન શ્રી વેંકટેશ્વર સ્વામીના ચિત્ર/મૂર્તિ સામે શપથ લીધા હતા કે તેઓ ફક્ત હિન્દુ ધર્મ અને હિન્દુ પરંપરાઓનું પાલન કરશે.” ટીટીડીના જણાવ્યા અનુસાર, ૧૮ કર્મચારીઓ બિન-હિન્દુ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ હતા અને તેની સાથે, તેઓ ટીટીડી દ્વારા આયોજિત હિન્દુ ધાર્મિક મેળાઓ અને તહેવારોમાં પણ ભાગ લઈ રહ્યા હતા, જેનાથી કરોડો હિન્દુ ભક્તોની પવિત્રતા અને ભાવનાઓને ઠેસ પહોંચી હતી.
નિયમો શું છે?
૧૯૮૯માં જારી કરાયેલા એક સરકારી આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ટીટીડીમાં વહીવટી પદો પર ફક્ત હિન્દુઓની નિમણૂક કરવામાં આવશે.,બંધારણની કલમ ૧૬(૫) ધાર્મિક અથવા સાંપ્રદાયિક પ્રકૃતિની સંસ્થાઓને તેમના ધર્મના સભ્યોની નિમણૂક કરવાની પણ મંજૂરી આપે છે.,આંધ્રપ્રદેશ ચેરિટેબલ અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓ અને એન્ડોમેન્ટ્સ સબઓર્ડિનેટ સર્વિસીસ નિયમ ૩ મુજબ, હિન્દુ ધાર્મિક સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓએ હિન્દુ ધર્મનું પાલન કરવું આવશ્યક છે.,આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે નવેમ્બર ૨૦૨૩ના તેના ચુકાદામાં નિયમ ૩ ને સમર્થન આપ્યું હતું. આ નિયમો અનુસાર ટ્રસ્ટ બોર્ડને સેવાની શરતો ફરજિયાત બનાવવાનો અધિકાર છે. સેવાની શરતો અનુસાર ટીટીડી કર્મચારીઓએ હિન્દુ ધર્મનું પાલન કરવું જરૂરી છે.,ટીટીડીના ચેરમેને કહ્યું હતું કે ફક્ત હિન્દુ કર્મચારીઓને જ રાખવામાં આવશે,નવેમ્બર ૨૦૨૪ માં, ચેરમેન બીઆર નાયડુના નેતૃત્વ હેઠળના ટીટીડી બોર્ડે કહ્યું હતું કે તે તિરુમાલામાં કામ કરતા બિન-હિન્દુઓ અંગે યોગ્ય નિર્ણય લેવા માટે એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકશાહી જાડાણ (એનડીએ) સરકારને પત્ર લખશે. ટીટીડીના અધ્યક્ષે ઓક્ટોબર ૨૦૨૪ માં હૈદરાબાદમાં કહ્યું હતું કે ભગવાન વેંકટેશ્વરના નિવાસસ્થાન તિરુમાલામાં કામ કરતા બધા લોકો હિન્દુ હોવા જાઈએ. વધુમાં, ટીટીડીના નિયમો મુજબ, બિન-હિન્દુઓએ મંદિરની મુલાકાત લેતા પહેલા દેવતામાં તેમની શ્રદ્ધા જાહેર કરવી પડે છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ૧૯ સપ્ટેમ્બરના રોજ દાવો કર્યો હતો કે પાછલી સરકાર દરમિયાન તિરુમાલા લાડુ બનાવવા માટે શુદ્ધ ઘીને બદલે પશુ ચરબીવાળા ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમના દાવાથી ભારે હોબાળો મચી ગયો અને તિરુપતિ મંદિરને ઘી સપ્લાય કરતી કંપનીઓ તપાસના દાયરામાં આવી. જાકે, બાદમાં મામલો થાળે પડી ગયો હતો પરંતુ તે જ સમયે મંદિરની પવિત્રતા અને અન્ય અનિયમિતતાઓ જાળવવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. આ ઘટના પછી જ ટીટીડીના ચેરમેને ફક્ત હિન્દુ કર્મચારીઓને નોકરી આપવાની વાત કરી હતી. હવે હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.