બીઆર નાયડુએ પોતાને ભગવાન વેંકટેશ્વરના ભક્ત ગણાવ્યા
(એ.આર.એલ),તિરુમાલા,તા.૧
તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના નવા અધ્યક્ષ બીઆર નાયડુએ મોટું નિવેદન આપ્યું છે. નાયડુએ કહ્યું છે કે ભગવાન વેંકટેશ્વરના નિવાસ સ્થાન તિરુમાલામાં કામ કરતા તમામ કર્મચારીઓ હિન્દુ સમુદાયના હોવા જાઈએ. નાયડુએ એમ પણ કહ્યું છે કે તેઓ સીએમ ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની આંધ્રપ્રદેશ સરકાર સાથે વાત કરશે કે તિરુમાલા ખાતે કામ કરતા અન્ય ધર્મના કર્મચારીઓ અંગે શું નિર્ણય લેવામાં આવે.
ટીટીડી બોર્ડના અધ્યક્ષ બીઆર નાયડુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તિરુમાલામાં કામ કરનાર દરેક વ્યÂક્ત હિંદુ હોવો જાઈએ. આ મારી પ્રથમ વખત બનવા જઈ રહી છે. આમાં ઘણા મુદ્દાઓ છે. આપણે આની તપાસ કરવી પડશે. બીઆર નાયડુએ વધુમાં કહ્યું કે તેઓ અન્ય ધર્મના કર્મચારીઓને લઈને સરકાર સાથે વાત કરશે કે શું તેમને અન્ય સરકારી વિભાગોમાં મોકલવા જાઈએ કે પછી વીઆરએસ આપવામાં આવે.બીઆર નાયડુએ પોતાને ભગવાન વેંકટેશ્વરના ભક્ત ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે તે તેમનું સદ્ભાગ્ય છે કે તેમને તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બીઆર નાયડુએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને આ મોટી જવાબદારી આપવા બદલ આભાર માન્યો છે.તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ બીઆર નાયડુએ પણ અગાઉની જગન મોહન રેડ્ડી સરકાર પર પ્રહારો કર્યા છે. નાયડુએ કહ્યું કે તિરુમાલામાં વાયએસઆર કોંગ્રેસ સરકાર દરમિયાન ઘણી ગેરરીતિઓ થઈ હતી. નાયડુએ વધુમાં કહ્યું કે તિરુમાલા તિરુપતિ મંદિરની પવિત્રતા જાળવવી જાઈએ. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ તિરુમાલા તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં ભેળસેળના સમાચાર આવ્યા હતા. આ બાબત રાષ્ટય સ્તરે મહવની બની હતી. સીએમ ચંદ્રબાબુ નાયડુએ આ તમામ માટે તત્કાલીન જગન મોહન રેડ્ડીની સરકાર પર આરોપ લગાવ્યો હતો.