સાવરકુંડલામાં રહેતા એક યુવકને તું અહીંનો દાદો થઈ ગયો છે તેમ કહી એક શખ્સ જેમ ફાવે તેમ ગાળો આપી છરી લઇ મારવા દોડ્‌યો હતો. બનાવ અંગે સાગરભાઈ ભુપતભાઈ કવા (ઉ.વ.૨૪)એ અલ્તાફભાઈ ઉર્ફે ટકો ઉસ્માનભાઈ ઝાંખરા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ગેરેજ કામ કરતા હતા ત્યારે આરોપી આવી બેફામ ગાળો બોલતો હતો. જેથી તેને તું ગાળો શું કામ બોલે છે તેમ કહેતા તારાથી જે થાય તે કરી લેજે, તું અહીંનો દાદો થઈ ગયો છે તેમ કહી જેમ ફાવે તેમ ગાળો આપી છરી લઇ મારવા દોડ્‌યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.