તેલંગાણાના સિદ્દીપેટ અને મેડક જિલ્લામાં અલગ-અલગ ઘટનાઓમાં બે પોલીસકર્મીઓએ કથિત રીતે આત્મહત્યા કરી હતી. સરસિલામાં ૧૭મી બટાલિયનમાં કામ કરતા ૩૪ વર્ષીય કોન્સ્ટેબલે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. તેણે કથિત રીતે આ જ પદાર્થને સોફ્ટ ડ્રિંકમાં ભેળવીને તેની પત્ની અને બે બાળકોને સિદ્દીપેટ જિલ્લામાં તેમના ઘરે પીવડાવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે આ પછી કોન્સ્ટેબલે ફાંસી લગાવી લીધી. તે જ સમયે, સ્થાનિક લોકોએ તેની પત્ની અને બાળકોને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા. તેમની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. અન્ય એક ઘટનામાં, મેડક જિલ્લાના કુલાચરમ પોલીસ સ્ટેશનમાં તૈનાત એક ૫૦ વર્ષીય હેડ કોન્સ્ટેબલે કથિત રીતે તેના ક્વાર્ટરની નજીક એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી હતી. પોલીસે જણાવ્યું કે આત્મહત્યા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તેલંગાણામાં ત્રણ દિવસમાં પાંચ પોલીસકર્મીઓએ આત્મહત્યા કરી લીધી છે.સિદ્દીપેટ અને મેડક જિલ્લામાં બે પોલીસકર્મીઓએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. આના બે દિવસ પહેલા, કામરેડ્ડી જિલ્લાના બીકાનુર પોલીસ સ્ટેશનમાં તૈનાત એસઆઈ સાઈકુમાર, બીબીપેટ પોલીસ સ્ટેશનમાં તૈનાત કોન્સ્ટેબલ શ્રુતિ અને કોમ્પ્યુટર ઓપરેટર નિખિલ ઈલારેડ્ડી પેડ્ડાના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસકર્મીઓમાં આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે મેડક જિલ્લામાં આત્મહત્યા કરનાર હેડ કોન્સ્ટેબલે ફાંસી લગાવતા પહેલા પોતાની પુત્રી સાથે વાત કરી હતી. મો‹નગ વોક બાદ તે પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફાંસી લગાવી લીધી. જા કે હજુ સુધી પોલીસ આત્મહત્યાનું કારણ શોધી શકી નથી. પરિવારજનોનું કહેવું છે કે તે પહેલાથી જ આપઘાતની વાત કરી રહ્યો હતો. આ અંગે પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે, પોલીસકર્મીએ કૌટુંબિક કારણોસર આપઘાત કરવાનો નિર્ણય લીધો હશે.