સામાન્ય રીતે પ્રેમ એક પ્રકારનો નશો છે તે સાચું જ છે, યોગ્ય જ છે. જેમ આપણને તલબ લાગે, નશો કરીએ તેવી જ રીતે પ્રેમની પણ વ્યક્તિને લત લાગી જાય છે. આવા પ્રેમમાં પાગલ થયેલા નશેડીને તેમાંથી છૂટકારો મેળવવો સાવ આસાન નથી. જેમ કોઇ વ્યક્તિ નશો કરી પાગલ થઇને ફરે છે તેવી જ રીતે આ પ્રેમના નશો વ્યક્તિને પાગલ બનાવી દે છે. પ્રેમ થયા બાદ વ્યક્તિ દિવસ – રાત પોતાના પ્રેમપાત્રના વિચારમાં રાચે છે. તેને બીજું કંઇ દેખાતું જ નથી., પ્રેમનો નશો પ્રેમીઓને બેશુધ્ધ પણ બનાવી દે છે.
દામજી હિંડોળા પર બેસી ગયો. સામે જ બા અને જ્યોતિ ઓસરીની કોરે બેઠાં હતાં.
“સાડા સાત થવા આવ્યા છે. તને ભૂખ લાગી છે ?” બાએ દામજી સામે નજર કરતાં પૂછયું.
“વધારે નહીં પણ થોડી થોડી ભૂખ છે. મારા કરતાં જ્યોતિને વધારે ભૂખ લાગી હશે. જમવાનું તૈયાર હોય તો પછી ચાલો…, જમી જ લઇએ…” દામજીએ કહ્યું.
“મને કંઇ બહુ વધારે ભૂખ નથી હોં…” જ્યોતિ બોલી.
“તું આજે બોર થઇ ગઇ હો એમ મને લાગે છે. તારા ચહેરા પર મને આવું દેખાઈ આવે છે. સાચું ને બા…?” જ્યોતિ સામે નજર ટાંકી દામજીએ લાગલું જ પૂછી લીધું.
“અરે…, બાએ પણ આવતાવેંત મને આમ જ કહ્યું. અને તે પણ આવતાંવેત આ જ વાત કરી. ખરેખર હું ઉદાસ હોઉ એમ તને લાગે છે…?” જ્યોતિ ખોખલું સ્મિત કરી ધીમેથી બોલી.
“હા…ખરે જ…” દામજીએ માથું ધુણાવતાં કહ્યું.
“ના, હું જરાપણ ઉદાસ નથી. હું શા માટે ઉદાસ હોઉં ?”
“ એ તો તને જ ખબર હોય. જવા દે, જે હોય તે…. પરંતુ સાચે જ જ્યોતિ, તારો ચહેરો જાતાં જ હું સમજી જાઉં છું. તું ભલે ગમે તે જવાબ આપે પરંતુ તારો ચહેરો ચાડી કર્યા વગર થોડો રહેવાનો ?”
“સારૂં બસ…, તમે મા – દીકરો બંને સાચા, હવે આનો ઉપાય શો ?”
“ છે, ઉપાય છે જ્યોતિ… તારે તારી ઉદાસી દૂર કરવી હોય તો, તને આવતા વિચારોને બ્રેક મારવાની સાવ સહેલી રીત મારી પાસે છે..”
“તો એ રીત મને કહે…”
“કોઇ સારૂં પુસ્તક વાંચવાનું તરત જ ચાલું કરી દેવું. વાંચનમાં મન પરોવાઇ જાય એટલે આપણને આવતા વિચારો તરત જ નાશ પામી બીજા રસ્તે વળી જાય છે..”
“તારી આ વાત ખરેખર સાચી હોય તો હું જરૂરથી વાંચવાનું શરૂ કરીશ. એક કામ કરજે, જમી લીધા પછી તું મને તારી ડાયરી વાંચવા માટે આપજે. મને તારી ડાયરી વાંચવી ગમશે…”
“ સાચે જ, ડાયરી હું તને આપીશ.” દામજી બોલ્યો.
આટલું બોલતાંની સાથે બધા ઊભા થયા. રસોડામાં ડાઇનીંગ ટેબલ ફરતે ગોઠવાઇને સાંજનું જમવાનું
આભાર – નિહારીકા રવિયા ચાલુ કર્યું. જમતાં જમતાં થોડી ઘણી વાતો થતી રહી. અંતે જમણ પુરૂં થતાં સૌ પ્રથમ દામજી ઊભો થયો. ગોળામાંથી પાણી પી લીધા પછી જ્યોતિ સામે જાઇ બોલ્યો:
“ તું અહીં જ બેસજે, તારા માટે હું ડાયરી લેતો આવું…” આટલું કહી દામજી ચાલ્યો.
બાએ બધા વાસણો એકઠા કરીને પ્લેટફોર્મ પર મૂકી દીધા. છેવટે બાથી હવે રહેવાયું એટલે બોલ્યાં : “તું રાતના મોડે સુધી વાંચ્યા ન કરતી. ઊંઘ આવે એટલે તરત જ ઊંઘી જજે…”
“હા બા, ઊંઘ આવશે એટલે તરત જ હું ઊંઘી જઇશ. તમે ચિંતા ન કરો.” જ્યોતિ બોલી.
ત્યાં તો દામજી ડાયરી લઇને આવી પહોંચ્યો. જ્યોતિના હાથમાં ડાયરી આપતાં બોલ્યો: “શાંતથી વાંચજે, શબ્દ અને વાક્યને વિચારજે.”
ડાયરીને હાથમાં પકડી રાખી જ્યોતિએ એમ જ પૂછયું: “તારા અક્ષરો, અક્ષરોના વળાંકો મને ખૂબ ખૂબ ગમે છે. આટલા બધા સુંદર અને સારા અક્ષરો લખતાં તે શીખ્યા કયાંથી ?”
“બસ, હું કયાંય કલાસ કરવા કે શીખવા ગયો નથી. પરંતુ મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે, ખરાબ, ગરબડિયા અને ઉકેલી ન શકાય તેવા અક્ષરો લખનાર વ્યક્તિની અધૂરી કેળવણીની નિશાની છે. આ વાક્ય વાંચ્યું ત્યારથી જ હું સારા અક્ષરો લખવા પ્રેરાયો. મેં દ્દઢ નિશ્ચય કરી લીધો પછી અથાક કોશિશ કરવા લાગ્યો અંતે…વારંવાર પ્રયત્ન કરવાથી હવે મારા અક્ષરો સુંદર થવા લાગ્યા છે…”
“આમ પ્રયત્ન અને કોશિશ કરવાથી અક્ષરો સુધરી જાય….?”
“હા, સતત પ્રયત્ન કરવાથી અશક્ય કામ પણ શક્ય બની જાય છે. પરંતુ અંદરથી…દિલથી ધગશ હોવી જાઇએ…”
“સારૂં, તો પછી હવે મારે પણ કોઇ એવું મારૂં અશકય કામ હિંમત અને ધગશની સાથે સાથે દિલથી શક્ય કરવા માટે અથાક પ્રયત્ન કરવો જ પડશે…” આવું બોલી જઇ જ્યોતિ ચૂપ થઈ.
ત્યાં તો દામજીએ બા સામે જાઇ કહ્યું: “હું હવે બહાર જાઉં છું. આજે તો વહેલો આવી જઇશ !!!”
“જા, તારા મિત્રો તારી આવવાની રાહ જાઇને જ બેઠા હશે…” બા એમ જ બોલ્યાં.
ને, દામજી ચાલ્યો ગયો. જ્યોતિ એમ ને એમ જ દામજીને જાતી ખુરશી પર બેસી રહી અને એ સાથે જ બા…વાસણને સાફ કરવાના કામમાં લાગી ગયાં.
દામજી બહાર ગયો એ સાથે જ તેના શ્વાસ ઝડપથી વધ્યા, આમ આવું થવાનું કારણ પોતાની ડાયરી હતી. ઉતાવળમાં પોતે જ તેની ડાયરી વાંચવા માટે જ્યોતિને આપી હતી. હા, ગઇ રાતે જ તેણે ડાયરીમાં જ્યોતિની સુંદરતા, તેનો દેખાવ, તેનું રૂપ…આવું બધું ઘણું ઘણું લખ્યું હતું. હવે જ્યોતિ વાંચશે તો….?
ભલે વાંચે, એ લખાણમાં મેં કયાંય તેનું નામ લખ્યું નથી. આવું આશ્વાસન દામજીએ પોતાને આપ્યું. અને ખરે જ, આખી ડાયરીમાં જ્યોતિનું નામ તેણે લખ્યું પણ હતું નહીં.
આમ વિચારતા વિચારતા તે ચાલતો હતો ત્યાં જ તેના ખભા પર કોઇનો હાથ પડતા તે ચોંક્યો. પાછળ ફરી જાયું તો રણમલ હતો.
“કેમ…, કંઈ ઊંડા વિચારમાં ઝડપથી ચાલી રહ્યો છે ?” રણમલે તરત જ પૂછયું.
રણમલ જાડેજા દામજીનો ખાસ મિત્ર, નાનપણનો ભેરૂં, દામજીએ રણમલનો હાથ પકડી જવાબ આપ્યો:“ તું જબરો છે હોં, સાચે જ હું વિચારોની સાથે ઝડપથી ચાલી રહ્યો હતો…”
“કેવા વિચાર…”
“દોસ્ત…., હવે તો હૈયું હાથ નથી રહેતું. પણ મારી જીભ નથી ઉપડતી તને જ કહું છું સાંભળ, જ્યોતિ મને ખૂબ ગમે છે…” આટલું બોલતાની સાથે દામજી ખરેખર શરમાઇ ગયો ને નીચું જાવા લાગ્યો.
“તારી ને મારી ઉંમર એવી છે કે…દેખાવડી છોકરી સાચે જ ગમી જાય…અરે… સપનામાં પણ આવવા લાગે.” રણમલ બોલ્યો. (ક્રમશઃ)