વીરપુરમાં એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ત્રણ વર્ષની દીકરી રમતી વખતે આઈસ્ક્રીમમાં હાથમાં રહેલી ઉંદરની ઝેરી દવા નાખી દીધી હતી,આ ઘટના બન્યા બાદ તેની માતાએ આઈસ્ક્રીમ ખાઈ લીધો હતો. ત્યારબાદ અચાનક તે બેભાન થઈ ગઈ હતી અને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.આ ઘટનાના સમાચાર સાંભળીને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
આપને જણાવી દઈએ વીરપુરમાં તોરલ હોટલ પાસે રહેતી પૂજાબેન વિક્રમભાઈ સિંહ ઉ.વ. ૨૪, ગઈકાલે બપોરે તેના ઘરે હતી.અને ઉંદર મારવાના ઝેર વાળો આઇસ્ક્રીમ ખાઈ જતા બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ તેના પરિવારે તેને સારવાર માટે ત્યાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર ઘટના અંગે વીરપુર પોલીસને જાણ કર્યા બાદ, સિવિલ ચોકીના કર્મચારીઓ પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકની માતા રેખાબેને જણાવ્યું હતું કે તેની પુત્રી પૂજા પાંચ વર્ષ પહેલા ભાગી ગઈ હતી અને રાજસ્થાનના વિક્રમ નામના યુવક સાથે લગ્ન કર્યા હતા.ત્યારબાદ બંને આગ્રા રહેવા ગયા હતા. આ દરમિયાન, ત્રણ વર્ષ પહેલાં આ દંપતી વીરપુર રહેવા આવ્યું હતું, તેમને ત્રણ વર્ષની પુત્રી છે.એટલુજ નહીં પાંચ મહિના પહેલાં, તેનો જમાઈ તેની પત્ની અને પુત્રીને છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ, તેમને તેની દીકરી પૂજા અને પૌત્રીને પોતાની સાથે રાખી હતી. ગઈકાલે બપોરે, તેની દીકરીની તબિયત સારી ન હતી, તેથી તેમને તેના માટે આઈસ્ક્રીમ મંગાવ્યો હતો, ત્યારબાદ તેઓ બકરા ચરાવવા ગયા હતા, ઘરે પાછા ફરતી વખતે, તેમને જાયું કે તેની દીકરી બેહોશ થઈ ગઈ હતી અને પૌત્રીના હાથમાં ઉંદર મારવાનું ઝેર હતું, જે આઈસ્ક્રીમમાં ભેળવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાને કારણે પરિવાર આઘાતમાં છે. પોલીસે ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે તપાસ ચાલુ રાખી છે.