સમગ્ર દેશમાં છેલ્લા ઘણા સમયથી સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. અજાણ્યા ફોન નંબરથી લોકોને ઘણીવાર ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા પડાવવામાં આવતા હોવાની ઘટનાઓ બનવા પામી છે. સાયબર ફ્રોડ અંગે લોકો જાગૃત થાય તે માટે ટેલિફોન કંપની દ્વારા કોલર ટ્યુનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ગઠીયાઓ ગમે તે વાતમાં ભોળવી લોકોનું બેંક બેલેન્સ સાફ કરતા હોવાથી અમરેલી જિલ્લા સાયબર ક્રાઈમ દ્વારા શાળાઓમાં પણ સાયબર ફ્રોડથી બચવા શું કરી શકાય તે માટે થોરખાણ અને મોટા દેવળીયા ગામની શાળાઓમાં સાયબર ક્રાઈમનાં પોલીસ કર્મચારીઓએ વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડથી બચવા માર્ગદર્શન આપ્યું હતું.