દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા કોરોના સંક્રમિત થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે પોતાને કેપટાઉનમાં આઈસોલેટ કરી લીધા છે. તેમને કોરોનાનાં હળવા લક્ષણો દેખાઇ રહ્યા છે, જે બાદ તેમની સારવાર કરવામાં આવી રહી છે. તેમણે આગામી સપ્તાહ માટે તેમની તમામ જવાબદારી ઉપરાષ્ટ્રપતિ ડેવિડ માબુઝાને સોંપી દીધી છે.
કોરોનાનો ખતરો હજુ ઓછો થયો નથી, વિશ્વભરમાં તેના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનાં નવા કેસ નોંધાયા છે. ત્યારે દક્ષિણ આફ્રિકાનાં રાષ્ટ્રપતિ સિરિલ
રામાફોસાને લઇને એક સમાચાર સામે આવ્યા છે, જેમા તે કોરોનાથી સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સિરિલ રામાફોસામાં કોરોનાનાં હળવા લક્ષણો હતા, ત્યારબાદ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં તે પોઝિટિવ જોવા મળ્યા છે. જે બાદ તેમની સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકામાં રવિવારે એક જ દિવસમાં કોરોનાનાં ૩૭૮૭૫ નવા કેસ નોંધાયા છે અને તે જ દિવસે રાષ્ટ્રપતિ પણ સંક્રમિત હોવાનું જોણવા મળ્યું છે.
દક્ષિણ આફ્રિકાનાં સરકારનાં પ્રધાન મોન્ડાલી ગુંનગુબલેએ જણાવ્યું હતું કે એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ રાષ્ટ્રપતિની તબિયત બગડવા લાગી હતી. પરંતુ તે હવે સારી સ્થિતિમાં છે. રાષ્ટ્રપતિ કોરોનાની રસીથી સંપૂર્ણપણે સુરક્ષિત છે, તેમણે કેપટાઉનમાં પોતાને અલગ કરી લીધા છે અને આગામી એક સપ્તાહ માટે તેમની તમામ જવાબદારી ઉપરાષ્ટ્રપતિ ડેવિડ માબુઝાને સોંપી દીધી છે.