(એ.આર.એલ),ગેલિસિયા,તા.૨૪
દક્ષિણ એટલાન્ટક મહાસાગરમાં એક ફિશિંગ બોટ ડૂબી જવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં છ લોકોના મોત થયા છે જ્યારે સાત લોકો લાપતા છે. ગુમ થયેલા લોકોને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના મંગળવારે ફાકલેન્ડ ટાપુઓના દરિયાકિનારાથી લગભગ ૨૦૦ મીટર દૂર થઈ હતી. બ્રિટિશ અને સ્પેનિશ મેરીટાઈમ અધિકારીઓના જણાવ્યા અનુસાર બોટમાં કુલ ૨૭ લોકો સવાર હતા.
દરેક જણ માછલી પકડવા દરિયામાં જતા હતા. આ દરમિયાન, બોટ ફાકલેન્ડ ટાપુઓના દરિયાકાંઠાથી લગભગ ૨૦૦ માઈલ દૂર ડૂબી ગઈ. જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત થયા હતા અને સાત લોકો ગુમ થયા હતા.સ્પેનિશ અધિકારીઓએ જણાવ્યું કે આર્ગોસ જ્યોર્જિયા નામનું જહાજ આર્જેÂન્ટના નજીક દક્ષિણ એટલાન્ટક મહાસાગરમાં ડૂબી ગયું. તેમણે જણાવ્યું કે જહાજ ૧૭૬ ફૂટ લાંબુ હતું. અકસ્માત બાદ આ વિસ્તારમાં માછીમારી કરતા માછીમારોએ તેમની બોટમાં સવાર ૧૪ લોકોના જીવ બચાવ્યા હતા. દક્ષિણપૂર્વીય ગેલિસિયામાં સ્પેનના પોન્ટેવેદ્રા પ્રાંતના સત્તાવાળાઓએ ૧૦ ક્રૂ સભ્યોને સ્પેનિયાર્ડ્‌સ તરીકે ઓળખી કાઢ્યા હતા, પરંતુ તેમની સ્થતિ અંગે કોઈ તાત્કાલિક અપડેટ નથી. તેણે કહ્યું કે ક્રૂ મેમ્બર્સમાંથી ઘણા અન્ય દેશોના પણ હતા.
તમને જણાવી દઈએ કે આ ટાપુ પર બ્રિટનનું નિયંત્રણ છે. જેને આર્જેન્ટના ઈસ્લાસ માલવિનાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આર્જેન્ટના આ ટાપુને પોતાનો દાવો કરે છે. સોમવારે આ જ ટાપુ પર આર્ગોસ જ્યોર્જિયા નામના જહાજમાંથી ઈમરજન્સી સિગ્નલ મળ્યો હતો. ઇમરજન્સી સિગ્નલો દર્શાવે છે કે બોટ સ્ટેનલીની પૂર્વમાં હતી, ફોકલેન્ડ ટાપુઓની રાજધાની, જ્યારે તે ડૂબવા લાગી. મોનિટરિંગ સાઈટ મરીન ટ્રાફિક ડોટ કોમના જણાવ્યા અનુસાર તે સમયે જહાજ ૩૫ નોટ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું.