અમરેલી જિલ્લામાં અત્યારે કુલ ૨૪ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ કાર્યરત છે. તે અંતર્ગત બે એમ્બ્યુલન્સના ઈમરજન્સી વાહન તરીકેના કિલોમીટર પૂર્ણ થવાથી સરકાર દ્વારા તે બંને એમ્બ્યુલન્સની બદલીમાં નવી બે અત્યંત નવી આધુનિક ટેકનોલોજી ધરાવતી એમ્બ્યુલન્સનું લોકાર્પણ શનિવારે જિલ્લા કલેકટ અજય દહીયા, જિલ્લા વિકાસ અધિકારી પી.બી.પંડ્યા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, જિલ્લા પંચાયતના કર્મચારી તેમજ અમરેલી જિલ્લાની ૧૦૮ ટીમની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તેમજ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનો વિશેની પૂર્ણ માહિતી આપવામાં આવી હતી.