ધારીના દલખાણીયા ગામે એક યુવકને અન્ય યુવકે તેની પત્નીને ભગાડવામાં હાથ હોવાની આશંકા રાખી લાકડીથી આડેધડ મુંઢમાર માર્યો હતો. બનાવ અંગે કનુભાઈ ભીખાભાઈ ચારોલા (ઉ.વ.૪૫)એ હરીભાઈ નાનજીભાઈ માલણીયા, કિશોરભાઈ હરીભાઈ માલણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, કિશોરભાઈ માલણીયાની પત્ની તેના કૌટુંબિંક ભાઈ ભીંડો હીપાભાઈ સાથે ભાગી ગઈ હતી. આ યુવક તેની સાથે બકરા ચરાવવા જતો હતો, જેથી આરોપીએ તેની પત્નીને ભગાડવામાં તેનો હાથ હોવાની શંકા રાખી લોખંડના પાઇવ વતી માર માર્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. ખાચર વધુ તપાસ કરી રહ્યા છે.