(એ.આર.એલ),મુંબઇ,તા.૨૬
મહારાષ્ટ સરકારે દહીં હાંડી
તહેવાર માટે ગોવિંદાઓને લઈને મોટી જાહેરાત કરી છે. દહીંહાંડીનાં દિવસે માનવ પિરામિડ બનાવતી વખતે ગોવિંદાનું અકસ્માતમાં મૃત્યુ થાય તો સરકાર ૧૦ લાખ રૂપિયાની વીમા રકમ આપશે. બંને અંગો અથવા બંને આંખો ગુમાવનાર ગોવિંદાઓને ૧૦ લાખ રૂપિયાનું વીમા કવચ પણ મળશે. મહારાષ્ટÙ રાજ્ય સરકારના રમતગમત વિભાગે આ સંબંધમાં સરકારી આદેશ જારી કર્યો છે. સરકારે કહ્યું કે રાજ્યમાં ૭૫ હજાર ગોવિંદાઓનો વીમો લેવામાં આવશે. જા તમે એક હાથ અને એક પગ ગુમાવો છો, તો તમને ૫ લાખ રૂપિયા મળશે. દહીંહાંડીમાં એક હાથ, એક પગ કે એક આંખ ગુમાવવાની સ્થતિમાં ૫ લાખ રૂપિયા સુધીના વીમાનો લાભ મળશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ગોવિંદા અકસ્માતના કિસ્સામાં સારવાર માટે વધુમાં વધુ ૧ લાખ રૂપિયા મેળવી શકશે.
તે જાણીતું છે કે દહી હાંડીનો તહેવાર ૨૭ ઓગસ્ટે ઉજવવામાં આવશે. આ દિવસે મહારાષ્ટÙના વિવિધ શહેરોમાં દહીં હાંડી ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં યુવાનો ભાગ લે છે. ફિલ્મ સેલિબ્રિટીઓ અને રાજકારણીઓ દહીં હાંડી ઉત્સવનું ઉદ્‌ઘાટન કરે છે.
કૃષ્ણ જન્માષ્ટમીના શુભ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમી પર ઉજવાતી લોકપ્રિય સાંસ્કૃતિક રમતોમાંની એક દહીં હાંડી છે. દહી હાંડી એ મહારાષ્ટÙમાં ઉજવાતા સૌથી મોટા તહેવારોમાંનો એક છે. દહીં હાંડી ભગવાન કૃષ્ણની જીવનશૈલીને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે.