રાજ્યમાં અવાનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના દહેગામ શહેરમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. ત્યારે ૨ જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ વાત વણસી હતી. ઉગમણા ઠાકોર વાસ પાસેની હોળી ચકલા વિસ્તારમાં ઘટના બની છે.
પથ્થરમારામાં ૬ જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા થયા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
બીજી તરફ આ અગાઉ અરવલ્લીના મેઘરજમાં ૨ જૂથ વચ્ચે સામ સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જૂથ અથડામણમાં ટોળાએ ૧ કારના કાચ તોડ્યા હતા. જ્યારે સામ સામે પથ્થરમારામાં એક હોમગાર્ડ સહિત ૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ધાર્મિક સ્થાન પાસે એકાએક પથ્થરમારો થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જાવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં આવેલા પોલીસ મથકની ટીમોને પણ મેઘરજમાં બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો.