લીલીયા તાલુકાના દાડમા ગામના પાટીયા નજીક થોડા દિવસો પહેલા ગંભીર મારામારીની ઘટના બનેલ જે ઘટનાના આરોપીઓને તપાસ કરનાર અધિકારી આઇ.જે.ગીડાએ આરોપીઓએ કરેલ ગુનાનું રિકન્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં થોડા દિવસો પહેલા લીલીયા તાલુકાના દાડમા ગામ નજીક આવેલ પાટીયા પાસે ફરિયાદી મેહુલભાઈ ખીમાભાઈ હેલૈયા રહે. ગાવડકા વાળાને આરોપી જીગ્નેશ આનંદભાઈ સરાખડા તેમજ આરોપી હસમુખ મેઘજીભાઈ સરાખડા રહે. દાડમા વાળાએ ફરિયાદી મેહુલભાઈ ખીમાભાઈ હેલૈયાને ગળાના ભાગે મારી નાખવાના ઈરાદે ગંભીર ઇજાઓ પહોંચાડી હોય ત્યારે આ કામના આરોપીઓને નામદાર કોર્ટમાંથી પોલીસ રિમાન્ડ મેળવી સરકારી પંચોની સાથે ગુનાવાળી જગ્યાએ આરોપીઓને સાથે રાખી રિહર્સલ કરવામાં આવેલ હતું.