રાજુલાના દાતરડી ગામે એક યુવકને ‘તારી ભેંસો સાઇડમાં લઇ લે’ કહીને ગાળો આપવામાં આવી હતી. બનાવ અંગે ભાવેશભાઇ આતાભાઇ લાખણોત્રા (ઉં.વ.૨૧)એ ભરતભાઇ ઉર્ફે લાભુ જંડુરભાઇ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમની ભેંસો લઇને રાભડા જવાના રસ્તે જતો હતો. બાબભાઇ લખમણભાઇ ભીલની વાડી પાસે પહોચતા પાછળથી તેમના ગામના ભરતભાઇ તેની મોટર સાયકલ લઇને આવ્યા હતા અને કહ્યું કે ‘તારી ભેંસો એકબાજુ લઇ લે.’ પરંતુ તેને ભેંસો સાઇડમાં લેતા થોડીવાર લાગી હતી. આ કારણે આરોપીએ તેમને અશ્લીલ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.