અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. દાતરડી ગામે નેશનલ હાઈવેના મોટા પુલ પર અકસ્માતમાં કોડીનારનો યુવક ઈજાગ્રસ્ત થયો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ કોડીનારમાં રહેતા આસીફખાન અખતરખાન કુરેશી (ઉ.વ.૨૩)એ ટ્રેક્ટર રજી.નં.GJ-૦૭-BN-૪૩૦૯ ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સોળ વ્હીલ લોડીંગ ટ્રક રજી. નં.GJ-૩૨-T-૮૦૮૧ નો લઇને દહેજથી રાજુલા અલ્ટ્રાટેક કંપની ખાતે જતા હતા. દાતરડી ગામે નેશનલ હાઇવેના મોટા પુલ ઉપર પહોચતા સામેથી રોન્ગ સાઇડમાં એક ટ્રેક્ટર રજી. નં.GJ-૧૭-BN-૪૩૦૯ નો ચાલક પોતાના હવાલાનું ટ્રેક્ટર પુરઝડપે અને બેફિકરાઇથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી તેમના ટ્રક સાથે ભટકાવ્યું હતું. જેમાં તેમને બન્ને હાથમાં તથા બન્ને પગમાં ઈજા થઈ હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.