રાજુલાના દાતરડી ગામે પ્રૌઢને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે હાલ સુરત રહેતા મૂળ દાતરડી ગામના મનુભાઇ કુરજીભાઇ ધડુક (ઉ.વ.૬૯) એ હમીરભાઇ રામભાઇ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીને આશરે બે વર્ષ પહેલા દાતરડી ગામમાં કોઇ વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો. જેથી આરોપીને એવું લાગતું હતું કે તે વ્યક્તિને આરોપી વિરૂદ્ધમાં ફરિયાદ કરાવવા બાબતે મનુભાઇ કુરજીભાઇ ધડુકના દીકરાએ પૈસા વાપર્યા છે અને ચડામણી કરી છે. તે બાબતનું મનદુઃખ રાખી અશ્લીલ ગાળો આપી ડાબા પડખામાં લાકડીનો એક ઘા માર્યો હતો. તેમજ મોઢા ઉપર ત્રણ ચાર લાફા મારી મુંઢ ઇજા કરી હતી. સાહેદ જયેશભાઇને ડાબા પગની પીંડીના ભાગે લાકડીનો એક ઘા મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એલ. ભેર઼ડા વધુ તપાસ કરી રહ્યા છે.