લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ દામનગરના નવનિર્મિત રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે મુસાફરોને મળી રહેલી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ડબલ એન્જિનની સરકારના કારણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા રેલવે સ્ટેશનના નવીનીકરણ અને રોડ-રસ્તાઓના નિર્માણ સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસના કામો થઈ રહ્યા છે. દામનગર રેલવે સ્ટેશનના નવીનીકરણથી દામનગર, લાઠી અને આસપાસના ગામોના લોકોને સારી સુવિધા મળશે.
તેમણે ઉમેર્યું હતું કે, રેલવે સ્ટેશન પર મુસાફરોને સારી સુવિધા મળી રહી છે. તેમણે સ્ટેશનના કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી અને મુસાફરોને મળી રહેલી સુવિધાઓ અંગે ચર્ચા કરી હતી.