“પદ્મશ્રી ડા.જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય” ના શુભારંભના ગણતરીના દિવસો પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં પુસ્તકાલય અને વાંચન અભ્યાસ મહત્વ વિશે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે ઉત્તમ સ્થળ બની રહેશે. નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે. સમગ્ર વિસ્તાર ૧૦ જેટલા ગ્રામ્યના સ્પર્ધાત્મક પરીક્ષાર્થી ઓ માટે ઘર આંગણે અવિરત જ્ઞાનગંગા સમાન સ્પર્ધાત્મક પરિક્ષાર્થી ઓ માટે પૂસ્તકાલય એક દેવળ છે એનું મનન અધ્યન તુરંત ઇચ્છિત વરદાન માટે પર્યાપ્ત છે સદવિચાર વૈચારિક પરિવર્તન એ સૌથી મોટી ક્રાંતિ છે અને એ કાર્ય પુસ્તકાલય પ્રબળ રીતે કરી શકે છે.જ્ઞાનગંગાનું સશક્ત માધ્યમ એટલે પુસ્તકાલય ઉજ્જવળ ભવિષ્યના અને ઉત્તમોતમ પુસ્તકાલય અંગે વિસ્તૃત માર્ગદર્શન સેમિનારમાં અસંખ્ય વિદ્યાર્થી ઓ કલાકો સુધી સ્થિત પ્રજ્ઞ બની સેમિનાર માણ્યો હતો રચનાત્મક અગ્રણી વજુભાઇ રૂપાધડાએ વિદ્યાર્થીઓને વિનોદ વૃત્તિ થી ખડખડાટ હસાવ્યા હતા.