દામનગર શહેરી વિસ્તાર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોને સાંકળતી એસ.ટી. સેવા એકાએક બંધ કરાતા સેંકડો મુસાફરો રઝળી પડ્યા હતા. દામનગરથી પસાર થતી ધારી-ભાવનગર વર્ષો જૂની બસ જે સવારના દામનગરથી ૧૦-૦૦ કલાકે ઉપડી ભાવનગરથી પરત બપોરે ૨-૦૦ કલાકે દામનગર તરફ આવતી આ બસ વેપારી વર્ગ માટે મહત્વની હતી. વર્ષોથી ચાલતી ગારીયાધાર -રાજકોટ રૂટની બસ ગારીયાધાર તરફથી સવારના ૫-૪૫ કલાકે દામનગર આવતી હતી તે પણ એકાએક બંધ કરાતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.