દામનગર શહેર અને સમસ્યા એકબીજાના પુરક બની ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. દામનગરમાં આવેલા પ૦ વર્ષથી જુના સરકારી કવાટર અતિ જર્જરિત હાલતમાં છે અને પડું પડું થઈ રહ્યા છે અને આ જગ્યા અવાવરુ હોવાથી રેઢું પડ છે. અહીં આવારા તત્વો કે અસામાજિક તત્વો માટે પણ અડ્ડા સમાન છે અને અહીં કોઈ અનિચ્છનીય ઘટના બનવાની પૂરી શકયતા રહેલી છે તો આ જૂના મકાનોનો કાટમાળ ઉતારી લઈ પાડીને જગ્યા ખુલ્લી કરવામાં આવે અને ત્યાં સુધી અહીં પોલીસ પેટ્રોલીંગ કરવામાં આવે તે ઈચ્છનીય છે.