દામનગરમાં ગારીયાધાર રોડે કુંભનાથ મહાદેવ મંદિર પાસે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતું. બનાવ અંગે ગઢડા તાલુકાના આકડીયા (ગઢવી) ગામના હાલ મહુવાના ખરેડ ગામે રહેતા રાજુભાઈ હરીભાઈ ભીલ (ઉ.વ.૩૩)એ ઉમરાળા તાલુકાના પરવાળા ગામના વિનોદભાઈ દાનાભાઈ
ડાંગર (ઉ.વ.૪૭) સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેની ફોરવ્હીલ પૂરઝડપે ચલાવી તેના ભાઈ દિનેશભાઈ હરીભાઈ ભીલને ટક્કર મારી હતી. જેમાં તેને ગંભીર ઈજા થતાં મોત થયું હતું. અકસ્માત સર્જી ચાલક નાસી છૂટ્યો હતો. દામનગર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.વાય. રાવલ વધુ તપાસ કરી રહ્યા છે.