સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા મારો અધિકાર, સૌનો સાથ ગંદકીનો નાશ, સ્વચ્છતા અભિયાન જેવાં રૂપાળા શબ્દોના સુત્રોના બોર્ડ ક્યારેક શોભાના ગાંઠિયા જેવા બની જતાં હોય છે, લાખ્ખો રૂપિયાની જાહેરાતો માત્ર જાહેરાત જ રહી જાય છે…!! દામનગર શહેરની મધ્યમાં પોલીસ સ્ટેશન, નાયબ મામલતદાર અને ગ્રામ પંચાયત ઓફિસ હતી, હવે આ જગ્યાએ સીટી સર્વે ઓફિસ છે તે પણ જર્જરિત હાલતમાં છે. આ સ્થળ કચરાનું ઘર બન્યું હોવાથી નગરપાલિકામાં જો કોઈ જવાબદાર વ્યક્તિઓ હોય તો આ સ્થળ પરથી કચરાના ઉકરડા દૂર કરી સ્વચ્છ રાખે તો કહેવાશે કે ખરેખર દામનગર શહેરમાં તંત્ર છે ખરું…!!