દામનગરમાં રહેતા એક આધેડ સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કરવામાં આવ્યું હતું. બનાવ અંગે વૃજલાલ વાલજીભાઈ બાબરીયા (ઉ.વ,૪૯)એ ગુલાબબેન હીંમતભાઈ વાઘેલા સામે નોંધવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેમની સાથે જાહેરમાં ખરાબ વર્તન કરીને અપમાનીત કર્યા હતા. અમરેલી વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય વધુ તપાસ કરી રહ્યા છે.