દામનગરની નગરપાલિકા કચેરી (સેવા સદન)માં પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બર બહાર બોર્ડ મૂક્યા છે, (આ બંને ચેમ્બરમાં કોણ ચીફ ઓફિસર અને પ્રમુખ ક્યારથી ક્યાં સુધી રહ્યા તે બોર્ડમાં છે) પરંતુ આ બંને ચેમ્બરની બહાર પ્રમુખ-ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન અને ચીફ ઓફિસરના નામ લખવામાં આવે તો અહીંયાં કામ માટે આવતા અરજદારોને ખબર પડે અને સાથે-સાથે તેમના મોબાઈલ નંબર પણ લખવામાં આવે અને તમામ વોર્ડના સભ્યોના નામ અને મોબાઈલ નંબરનું બોર્ડ જાહેર જનતા માટે મૂકવામાં આવે એવી માગણી કરવામાં આવી છે. મહાનગરપાલિકાઓમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્બરની બહાર નામ લખવામાં આવે છે તે રીતે નગરપાલિકામાં પણ અધિકારી અને પદાધિકારીઓના નામ લખવામાં આવે તો નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. નાગરિકો વતી આ સૂચનને સ્વીકારી યોગ્ય કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી છે.