દામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વિકાસના કામો વેગવંતા બન્યા છે, પરંતુ શહેરની મધ્યમાં આવેલી જાહેર મુતરડીની સમસ્યા સ્થાનિકો માટે માથાનો દુઃખાવો બની છે. ૨૦૦૬થી નગરપાલિકા ધરાવતા આ શહેરમાં અનેક વિકાસલક્ષી કામો થયા છે. પરંતુ શહેરની મધ્યમાં આવેલી જાહેર મુતરડીની સ્થિતિ ચિંતાજનક છે.
યોગ્ય સાફ-સફાઈના અભાવે અસહ્ય દુર્ગંધ ફેલાય છે, જે આસપાસના રહેણાંક વિસ્તારના લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે.
તંત્ર વિકાસના અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું છે. જાહેર આરોગ્યની જાળવણી માટે તંત્ર તરફથી તાત્કાલિક પગલાં લેવાવાની માંગ ઊઠી છે.