દામલ તો ઉંઘી ગયો હતો. પરંતુ જ્યોતિની આંખો તો હજી ખુલ્લી જ હતી. આવી સ્થિતિમાં તેને ઉંઘ કેમ આવે ? હોઠ ભીના ભીના, છાતી ભીની ભીની ને…. આગળ વિચારી ન શકી. કારણ કે હવે તેને બાથરૂમ જવાની પ્રબળ ઇચ્છા થઇ હતી, પરંતુ….દામલના મજબુત હાથમાં તેની કાયા હજી પણ ઝકડાયેલ જ હતી.
બરાબર આ સમયે….
“જયોતિ…, મારી જ્યોતિ….” એમ શબ્દો બોલી દામલ તેનું પડખું ફરી પાછો ઊંઘી ગયો. એ સાથે જ અંધારામાં પણ જ્યોતિ ધીમે ધીમે ઊભી થઇ બાથરૂમ તરફ ચાલી. માંડ માંડ તે બાથરૂમમાં પહોંચી. લાઇટ ચાલુ કરીને તેણે તેના ખુલ્લા શરીર પર બધે જ નજર ફેરવી. આખું શરીર જાણે કે ચોળાઇ ગયું હતું. જયાં ત્યાં બધે જ લોહીનાં ટશિયા અને ઉપસેલી ભરોળ દેખાતી હતી. આવું બધું જાવા છતાં જ્યોતિના ચહેરા પર સ્મિત ફરી વળ્યું. મનમાં મનમાં બોલી ઃ કંઇક મેળવવા માટે કંઇક ગુમાવવું પણ પડે….”
પછી, જયાં જયાં જરૂર પડી ત્યાં ત્યાં શરીર પર પાણીથી બધું સાફ કર્યું પછી બાથરૂમની લાઇટ બંધ કરી ધીમે ધીમે તે પલંગ પાસે પહોંચી. પલંગમાં લાંબી થઇ સુખના સપનામાં હવે જ્યોતિની આંખો પણ બંધ થઇ ગઇ. જ્યોતિ અને દામલની રવિવારની રાત પણ રંગીન અને રસાળ નીવડી. આખી રાત દામલે મન ભરીને મજા માણી. જયારે સોમવારની સવારે તેની આંખ ઊઘડી ત્યારે કોઇ તકદીરના જારે જ્યોતિનો હાથ તેના શરીરની એવી જગ્યાએ છુપાઇને પડયો હતો કે… એ જાતાની સાથે તો દામલ તત્કાળ ખૂબ જ ઉત્તેજિત થઇ ગયો. તેને કંઇક થવા લાગ્યું.
પરંતુ અત્યારે એ થોભી ગયો ને જ્યોતિનો હાથ ત્યાંથી ધીરેથી ઉઠાવીને તેણે તેના હોઠ પર દબાવી દીધો. પછી હાથ પર બે – ચાર ચૂમીઓ ભરી લીધી. પછી બીજા હાથ વડે જ્યોતિના ગાલ પર ધીમે ધીમે ટપલી મારી કહેવા લાગ્યો: “એય…. જ્યોતિ, જ્યોતિ… ઊઠ હવે. તે તો રાત આખી બસ ઊંધ્યા જ કર્યું છે.. જા… હવે સવાર થઇ ગઇ ઉઠ હવે…”
ને…. એ સાથે જ જ્યોતિએ તેની આંખો પટ પટ કરતા ખોલી, પછી બે હાથ જરા ઊંચા કરી આળસ મરડી. એ સમયે દામલે તેની નજર જ્યોતિની છાતી પર નાખી… એ સાથે તો તે ખૂબ જ શરમાઇ જઇ ઝડપથી ઊભી થઇ બાથરૂમ તરફ દોડી ગઇ.
જ્યોતિ અર્ધો – પોણો કલાક પછી બાથમાંથી બહાર નીકળી ત્યારે તેના ચમકતા શરીર પર માત્ર છાતી સુધી ટુવાલ વીંટાળેલ હતો. એટલે તો આવતાંવેંત તેણે દામલ સામે જાઇ કહ્યું: “ આમ મારી સામે ટગર ટગર જાયા ન કર. રાતભર કંઇ કેટકેટલી રમત રમ્યો હોઇશ, હજી સંતોષ નથી થયો ? જા…, થોડીવાર બહાર જા… એટલે હું નિરાંતે કપડાં પહેરી તૈયાર થઇ જાઉં….”
દામલ ચૂપચાપ ઊભો થયો. પોતાનો નાઇટડ્રેસ વ્યવસ્થિત કરી તે રૂમની બહાર નીકળી ગયો.
જ્યોતિ તૈયાર થવા લાગી. અત્યારે તેણે તેના ગાલ પર, કપાળ પર, હોઠ પર અને ગરદન પર થોડા દાગ ઉપસેલા જાયા. અરે…. માત્ર તેના ચહેરા પર જ નહીં પરંતુ આખા શરીર પર જ્યાં તે ત્યાં અનેક ધબ્બા અને ભરોળ ઉપસેલી જાઇ. પ્રથમવાર તેણે તેના શરીર પર આવું બધું જાયું. તે વળી ખુશીથી શરમાઇ ગઇ હતી.
થોડીવારમાં તેણે નવા વસ્ત્ર પહેરી લીધાં. પછી ચહેરા પર થોડો પાઉંડરને એવું બધું લગાવ્યું. આમેય રૂપાળાને વધારે રૂપાળું થવું પોષાય નહીં, અને પછી તે રૂમમાંથી બહાર નીકળી.
એ બહાર નીકળી ત્યાં તો તેની નજરે થોડે છેટે એક નાના ટેબલ પર દામલ બેઠો બેઠો કંઇ ગહન વિચાર કરતો હોય તેવું દેખાયું એટલે ત્યાં જઇ જ્યોતિએ જરા મોટા અવાજે કહ્યું ઃ “હવે ઊભો થા…, બાથરૂમ તારી રાહ જુએ છે. ઘસી ઘસીને ઝડપથી નાહી લે, હજી કેવો ગંદો ગંદો ભર્યો છે તું…”
જ્યોતિના આવા શબ્દો સાંભળી દામલ શરમાઇ જઇ નીચું જાતાં જાતાં રૂમ તરફ જવા ચાલવા લાગ્યો. દામલ નાહીને, તૈયાર થઇને બહાર નીકળ્યો ત્યારે સાડા આઠ થયા હતા. હવે તો બધાં બાળકો પણ ઝડપથી તૈયાર થવા લાગ્યા હતાં. બાળકો પાસે આવી તાળી પાડીને દામલે કહ્યું ઃ
“તમે બધાં તૈયાર થઇ જાઓ એટલે નવ – સાડા નવે આપણે નીકળવાનું છે. આજના પોગ્રામમાં ચાર સ્થળે આપણે ફરવા જવાનું છે. સાંભળો: પહેલા તો આપણે અહીંથી નીકળશું એટલે દામોદર કુંડ આવશે. આ દામો કુંડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. ત્યાં અર્ધો કલાક આપણે રોકાણ કરીશું. પછી ત્યાંથી આગળ જતાં સમ્રાટ અશોકનો શિલાલેખ પણ રસ્તામાં જ આવશે. આશરે ત્રેવીસસો વર્ષ પહેલા સમ્રાટ અશોકે સંદેશો આપેલો છે. ત્યાં આગળ પણ આપણે અર્ધો પોણો કલાક રોકાઇશું.
“ત્યાંથી આગળ નીકળીને આપણે સૌએ મહાબત મકબરો જાવાનો છે. આ સ્મારક આમ તો મકબરો એટલે કે એક કબર જ છે. જે જૂનાગઢના નવાબની છે. ત્યાં આગળ થોડો વધારે સમય રોકાઇશું અને પછી છેલ્લે આપણે વિલિંગડન ડેમ જાવા જવાનું છે. જે કાળવા નદી પરનો ડેમ છે. ડેમ જાયા પછી આપણે આપણા ગામ કમળાપુર જવા રવાના થઇશું. એટલે સાંજ પહેલાં તો આપણે આપણા ઘર પહોંચી જઇશું. બરાબર….”
(ક્રમશઃ)