ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં અનેક જગ્યાએ ઝડપી પરિવહન માટે હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. દિલ્લીથી મુંબઈ વચ્ચે હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે, આ હાઈવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થઈને પસાર થવાનો છે. પરંતુ જમીન સંપાદન અને ત્યારપછી યોગ્ય સુવિધાઓ તંત્ર તરફથી સ્થાનિકોને ન મળતાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આવો જ એક વિરોધ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં જાવા મળ્યો.જ્યાં ૧૪ તાલુકાના ગામ લોકોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ૧૪ ગામના ખેડૂતો છે વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઈવેને કારણે તેમને કોઈ પ્રાથમિક સુવિધા નથી મળતી.અગાઉ અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં તંત્રએ કોઈ જ સુવિધા આપી નથી.પ્રાથમિક સુવિધા અને કેટલીક પડતર માગણીઓ સાથે ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું હતું. હાઈવનું નિર્માણ થતાં ખેડૂતોને પ્રાથમિક સુવિધાઓ પણ મળતી નથી…જેના કારણે ખેડૂતો રોષે ભરાયા હતા…અગાઉ પણ આ જ મુદ્દે પ્રદર્શન કરવામાં આવ્યું હતું…પરંતુ તે વખતે અધિકારીઓેએ બાહેંધરી આપી પ્રદર્શન અટકાવ્યું હતું…જો કે બાહેંધરી પછી પણ કોઈ સુવિધા ન મળતાં આ વખતે ખેડૂતો વધારે આક્રોશિત થયા હતા અને પ્રદર્શન કર્યું હતું…રોષે ભરાયેલા ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત બની રહેલા હાઈવેનું કામ બંધ કરાવી દીધું હતું.તો ખેડૂતોના આક્રોશ અને રોષને જાતાં કોઈ ઘટના ન બને તે માટે મોટી સંખ્યમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.પોલીસે પણ ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ ખેડૂતો પોતાની માગ પર મક્કમ જાવા મળ્યા હતા.
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્લીથી મુંબઈ વચ્ચે હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે…આ હાઈવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં થઈને પસાર થવાનો છે…પરંતુ જ્યારથી આ હાઈવેનું નિર્માણકાર્ય શરૂ થયું ત્યારથી જ વિવાદમાં રહ્યું છે…પહેલા જમીન સંપાદનમાં વિવાદ થયો હતો…જાકે માંડ માંડ તે મામલો પત્યો તો હવે હાઈવેના નિર્માણકાર્યથી સ્થાનિક ખેડૂતોને થતી હેરાનગતિને કારણે વિરોધ થઈ રહ્યો છે.ત્યારે હવે જાવાનું રહેશે કે વિરોધના આ વંટોળનો અંત ક્યારે આવે છે.