દાહોદના દેવગઢ બારિયામાંથી ગાંજાની ખેતી ઝડપાતા તંત્ર દોડતું થયું છે. આ બનાવની વિગત મુજબ દેવગઢ બારીયાના સીંગોર ગામેથી ગાંજાની ખેતી ઝડપાઈ હતી. આ અંગે દાહોદ ર્જીંય્ પોલીસને માહિતી મળી હતી. આ માહિતીને આધારે ઠુંડા ફળીયામાં ગાંજાની ખેતી ઝડપી હતી. તપાસ કરતા પોલીસને ગાંજાના વાવેતર કરેલા ૨૧૬ છોડ મળી આવ્યા હતા.
પોલીસે વાવેતર કરેલા ૨૧૬ ગાંજાના છોડ કબજે કર્યા હતા. જેનું વજન ૧૩૫.૧૫૦ કિલો હોવાનું પોલીસે જણાવ્યું હતું. જેની કિંમત રૂ.૧૩.૫૧,૫૦૦/-થવા જાય છે. આરોપી મનહરભાઈ દલપતભાઈ બારીયા ઉંમર ૪૮ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કેટલા સમયથી ગાંજાની ખેતી કરતો હતો ઉપરાંત તેણે ગાંજા ક્યાં વેચ્યો તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે.