ગુજરાત રાજ્યમાં દારૂનું સેવન કરવું તેમજ વેચાણ કરવું તેના ઉપર પ્રતિબંધ છે તેમ છતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવતો હોય છે. દાહોદમાં ૩ પોલીસ મથકમાં ઝડપાયેલ દારૂનો નાશ કરવામાં આવ્યો. ૩ પોલીસ સ્ટેશને ૨ કરોડથી વધુના મુદામાલનો બુલડોઝર ફેરવીને નાશ કરાયો છે. તંત્રએ દાહોદના શિંગેડી ગામે વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો
આભાર – નિહારીકા રવિયા છે, દાહોદના ૩ પોલીસ મથકમાં વિદેશી દારૂનાના ૫૩૨ ગુન્હા નોંધાયા હતા.
દાહોદના ૩ પોલીસ મથકમાંથી કુલ ૧,૬૯,૯૧૧ બોટલ વિદેશી દારૂ ઝડપાયો હતો. પોલીસે કુલ રૂપિયા ૨,૮૪,૮૫,૦૭૮નો કુલ વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવાયું છે. વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવતી વખતે પોલીસના અધિકારીઓ, પ્રાંત અધિકારી તેમજ મામલતદાર હાજર રહ્યા હતા.