ઉભરતા ઉદ્યોગ સાહસિકો જંગી નાણાકીય મૂડી રોકાણ વિના સહકારના માધ્યમથી આગળ વધે તે માટે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સહકારી અગ્રણી ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. દિલીપભાઈ સંઘાણી જણાવ્યું હતું કે, આ કાર્યમાં જ્યાં જરૂરત જણાય ત્યાં સહકાર સહયોગી બનશે તેવી ખાત્રી સાથે ઓછા રોકાણવાળી રાષ્ટ્રીય સ્તરે સફળ સહકાર મંડળીઓના ઉદાહરણ ટાંક્યા હતા. આ સમિટમાં પદ્ય રમીલાબેન ગામીત, અશ્વિનભાઈ બેકર, ઉદ્યોગપતિ ભગવાનભાઈ ગવે, જયેશભાઈ ખાડે, સવિતાબેન કોલસાવાલા, ડો. સુનહરાબેન લતા, વિશાખાબહેન ગાયકવાડ, રાજેશભાઈ સોલંકી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.