મહારાષ્ટ્રમાં બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી બાંગ્લાદેશી હોવાના પુરાવા મળ્યા બાદ તમામ રાજ્યો એલર્ટ મોડમાં જાવા મળી રહ્યા છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ પોલીસ કમિશનરને પત્ર લખીને ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એલજીનું કહેવું છે કે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પણ દિલ્હીમાં ગુનાઓમાં સામેલ થઈ શકે છે. તેથી, દિલ્હી પોલીસે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે ઝુંબેશ શરૂ કરવી જાઈએ અને દરેકની તપાસ થવી જાઈએ.
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી પોલીસ કમિશનરને રાષ્ટ્રીય રાજધાનીમાં રહેતા બાંગ્લાદેશી અને રોહિંગ્યા ‘ઘુસણખોરો’ને ઓળખવા માટે ‘ખાસ ઝુંબેશ’ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. એલજી હદાસ તરફથી કમિશનરને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે લેફ્ટનન્ટ ગવર્નર એક “ગંભીર ગુનાહિત ઘટના”નો ઉલ્લેખ કરે છે જેમાં એક બાંગ્લાદેશી નાગરિક કથિત રીતે ઘરમાં ઘૂસીને ગુનાહિત હુમલામાં સામેલ હતો.
પત્ર અનુસાર, ૧૬ જાન્યુઆરીએ સૈફ અલી ખાનના મુંબઈના ફ્લેટમાં અનેક વખત ચાકુ મારનાર આરોપી નકલી ઓળખ હેઠળ રહેતો હતો અને એક રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. એલજીના મુખ્ય સચિવ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્‌સને ઘણીવાર દુકાનદારો અને અન્ય રહેવાસીઓ દ્વારા નિર્ધારિત લઘુત્તમ વેતન કરતા ઓછા વેતન પર મજૂર અને ઘરેલું સહાયક તરીકે નોકરી પર રાખવામાં આવે છે.
એલજીએ કહ્યું, ‘એવું પણ જાવા મળ્યું છે કે એક સંગઠિત સિન્ડીકેટ અને સ્વાર્થી જૂથો છે જે આધાર કાર્ડ, મતદાર આઇડી કાર્ડ અને રેશન કાર્ડ જેવા નકલી દસ્તાવેજાના આધારે આવા ઇમિગ્રન્ટ્‌સના સ્થાયી થવા અને રોજગારની સુવિધા આપે છે.’ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા સ્થળાંતર કરનારાઓની સંડોવણીને નકારી શકાય નહીં, અને આવા ‘ઘૂસણખોરો’ને ઓળખવા માટે મિશન મોડ પર એક ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો.