રાજધાની દિલ્હીમાં ફરી એકવાર બળાત્કારની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કથિત બળાત્કારની આ ઘટના એક બ્રિટિશ યુવતી સાથે બની હતી. બ્રિટિશ યુવતીએ આરોપ લગાવ્યો છે કે તે સોશિયલ મીડિયા પર એક મિત્રને મળવા ભારત આવી હતી. આ દરમિયાન યુવકે તેની સાથે હોટલમાં બળાત્કાર ગુજાર્યો હતો. બ્રિટિશ યુવતીએ અન્ય યુવક પર પણ છેડતીનો આરોપ લગાવ્યો છે. આ ઘટનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે.
વાસ્તવમાં, પીડિત મહિલાએ દિલ્હી પોલીસને જણાવ્યું કે તેણે સોશિયલ મીડિયા દ્વારા યુવક સાથે વાત કરવાનું શરૂ કર્યું. આ પછી યુવતી તેને મળવા ભારત આવી હતી. યુવતીએ પોતે દિલ્હીના મહિપાલપુરની એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો. મંગળવારે યુવક અને યુવતી બંને હોટલ પહોંચ્યા હતા. જાકે, થોડા સમય પછી યુવતીને લાગ્યું કે યુવક તેની સાથે ખોટું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી આરોપી યુવકે યુવતી સાથે બળાત્કાર કર્યો હતો.
દિલ્હીમાં બ્રિટિશ યુવતીએ વધુ એક યુવક પર બળાત્કારની સાથે છેડતીનો આરોપ લગાવ્યો છે. પોલીસને આપેલી માહિતીમાં યુવતીએ જણાવ્યું કે ઘટના દરમિયાન યુવતી ચીસો પાડીને હોટલના રિસેપ્શન પર પહોંચી હતી. ત્યારે અન્ય એક યુવક તેને લિફ્ટમાંથી રૂમમાં લઈ જઈ રહ્યો હતો અને તેણે યુવતીની છેડતી કરી હતી.દિલ્હીમાં બ્રિટિશ યુવતી પર બળાત્કાર થયાની માહિતી મળ્યા બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. દિલ્હી પોલીસે બળાત્કાર અને છેડતીના કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટના અંગે ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનને પણ જાણ કરી છે.