રાજધાનીમાં શિયાળાની શરૂઆત પહેલા જ હવા અત્યંત ખરાબ શ્રેણીમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં લોકોને શ્વાસ લેવામાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અક્ષરધામ અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જેના કારણે વિસ્તારનો એકયુઆઇ ૩૩૪ પર પહોંચી ગયો છે. જેને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર ખૂબ જ નબળી કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. તે જ સમયે આઇટીઓ વિસ્તારમાં ધુમ્મસનું પાતળું પડ છે. જેના કારણે હવાની ગુણવત્તા સૂચકાંક ૨૨૬ પર પહોંચી ગયો છે. જેને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર નબળી કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. ઈન્ડીયા ગેટ વિસ્તારમાં એકયુઆઇ ૨૫૧ પર પહોંચ્યો હતો. ભીકાજી કામા પ્લેસ વિસ્તારમાં એકયુઆઇ ૨૭૩ નોંધવામાં આવ્યો છે. તે જ સમયે, એમ્સ વિસ્તારની નજીક ધુમ્મસનું પાતળું પડ દેખાઈ છે અને આસપાસના વિસ્તારોમાં એકયુઆઇ ૨૫૩ પર પહોંચી ગયો છે.
દિલ્હીમાં રહેતા એક વ્યક્તિએ જણાવ્યું કે છેલ્લા બે દિવસમાં પ્રદૂષણમાં વધારો થયો છે જેના કારણે ઘણી સમસ્યાઓ થઈ રહી છે. પ્રદૂષણને નિયંત્રણમાં લેવા માટે સરકારે પગલાં લેવા જાઈએ. રાજધાનીમાં ૧૩ પ્રદૂષણ હોટસ્પોટ છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે અહીં પ્રદૂષણ ઘટાડવા માટે સંકલન સમિતિઓની રચના કરી છે. તેમણે શુક્રવારે સંબંધિત વિભાગો સાથે બેઠક યોજી હતી. રાયે કહ્યું કે ધૂળના પ્રદૂષણને ઘટાડવા માટે રાજધાનીમાં ૮૦ મોબાઈલ એન્ટી સ્મોગ ગન લગાવવામાં આવી છે. એમસીડીના ડીસીને તમામ સંબંધિત અધિકારીઓ સાથે હોટસ્પોટની વારંવાર મુલાકાત લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આનંદ વિહાર બસ સ્ટેશનની સામે ક્ષતિગ્રસ્ત રસ્તાઓ, વાહનોની અવરજવરને કારણે ધૂળ ઉડે છે. ચૌધરી ચરણ સિંહ માર્ગ પર જામની સમસ્યા, રસ્તાની બાજુઓ પર ધૂળનું સંચય, દ્ગઝ્રઇ્‌ઝ્ર કન્સ્ટ્રક્શન સાઈટ પ્રોજેક્ટ, રેલવે એસટીપી પાસેનો કાચા વિસ્તાર, ઈÂન્ટગ્રેટેડ ઈસ્ટ દિલ્હી હબ પ્રોજેક્ટ, રેલવે સ્ટેશનની બહાર નીકળવા પર જામ વગેરે પ્રદૂષણના સ્ત્રોત છે. સીએકયુએમ સ્ટેશનની સામેના રસ્તાની ધૂળ, ટ્રાફિક જામ (આઝાદપુર મેટ્રોથી આઝાદપુર બસ ટર્મિનલ), મેટ્રો પ્રોજેક્ટની બાજુમાં ગુર્જનવાલા ટાઉન પાસેનો પાકો રસ્તો, પ્રદૂષણના સ્ત્રોત છે. દ્વારકાઃ રસ્તાઓ પરની ધૂળ, ડીડીએ ગ્રાઉન્ડમાં કચરો અને સી એન્ડ ડી કચરાના ગેરકાયદે ડમ્પીંગ પ્રદૂષણના સ્ત્રોત છે.
જહાંગીરપુરીઃ બાયોમાસ બ‹નગ, ડ્ઢસ્ઇઝ્ર કન્સ્ટ્રક્શન સાઈટ અને પ્લાન્ટ, ભાલ્સવા સેનેટરી લેન્ડફિલ આઇટીઆઇ કેમ્પસની સામે બસ ટર્મિનલ પાસે ટ્રાફિક જામની સમસ્યા, બાંધકામ અને ડિમોલિશન રિસાયકલિંગ પ્લાન્ટ પ્રદૂષણના સ્ત્રોત છે. વેંકટેશ્વરા હોસ્પિટલનું નિર્માણ સ્થળ આઇએન્ડએફસીની જમીન પર કચરો નાંખવો, ખુલ્લામાં કચરો બાળવો એ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત છે.નરેલાઃ ડીટીસી બસ ડેપોમાં બાંધકામનું કામ, નરેલાની ખાલી જગ્યાઓ પર કચરો ડમ્પીંગ, એનઆઈટી દિલ્હીમાં બાંધકામ, જામની સમસ્યા, ટ્રકની સમસ્યા, રોડ પરના ખાડા અને પોકેટ ૯એમાં ડીડીએ હાઉસિંગ પ્રોજેક્ટમાં રોડની ધૂળ વગેરે પ્રદૂષણના સ્ત્રોત છે. છે. ઓખલાઃ મા આનંદમયી માર્ગ અને ઓખલા એસ્ટેટ માર્ગ પર ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને ટ્રાફિક જામ પ્રદૂષણને કારણે છે. પંજાબી બાગઃ મોતી નગર ફ્લાયઓવરનું નિર્માણ, ટ્રાફિક જામ, રોડ નંબર ૪૧ પરના ખાડા, રોહતક રોડની સર્વિસ લેન પર સી એન્ડ ડી કચરાના ગેરકાયદે ડમ્પિંગ વગેરે પ્રદૂષણના સ્ત્રોત છે.
મહર્ષિ વાલ્મીકી હોસ્પિટલની બહાર ગેરકાયદેસર કચરો ડમ્પિંગ અને હોસ્પિટલની બહાર ટ્રાફિક, પૂત ખુર્દ રોડ પર રોડની ધૂળ, દિલ્હી-ઓચંડી રોડ પર પીડબ્લ્યુડી સર્વિસ રોડ પર સીએન્ડડી કચરાના ગેરકાયદે ડમ્પિંગ યુઇઆર-૨,અને અપના ઘરમાં ટ્રાફિક જામ થાય છે આશ્રમ મોર સુધીનો વિસ્તાર પ્રદૂષણના સ્ત્રોત છે.
દરમિયાન ચોમાસાની વિદાય સાથે, યમુનાએ દિલ્હીમાં સફેદતાની ચાદર ઓઢી લીધી છે. ફીણની જાડી ચાદર દૂર દૂર સુધી ફેલાયેલી છે. સ્થિતિ એવી છે કે ઓખલા બેરેજ બાદ નદીનું પાણી જાવું મુશ્કેલ બન્યું છે. યમુના નદીમાં પ્રદૂષણનું સ્તર વધવાને કારણે નદીમાં ઝેરી ફીણ તરતા જાવા મળ્યા હતા. તે જ સમયે, પાછલા વર્ષોની જેમ યમુનાના ફીણથી પણ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. દિલ્હી સરકાર અને ભાજપે એકબીજાને ભીંસમાં લીધા છે.
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું, ‘યમુના નદીનું પાણી ઝેરી બની ગયું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેઓ ૨૦૨૫ સુધીમાં યમુના નદીને સાફ કરી દેશે. જ્યારે લોકો યમુના નદીમાં છઠ પૂજાનો તહેવાર ઉજવશે, ત્યારે શું તમે કલ્પના કરી શકો છો કે તેમને કેવા રોગોનો સામનો કરવો પડશે? આપની આગેવાની હેઠળની દિલ્હી સરકારે યમુના નદીની સફાઈ માટે મેળવેલા તમામ પૈસા જાહેરાતો પર ખર્ચ્યા. તેઓ આ સ્થિતિ માટે ઉત્તર પ્રદેશ અને હરિયાણાને જવાબદાર ઠેરવશે. દિલ્હીમાં ઝેરી હવા અને પાણીનું કારણ ઝેરી રાજકારણ છે.
દિલ્હીમાં બગડતી હવાની ગુણવત્તા પર, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ કહ્યું, ‘આપના નેતૃત્વવાળી દિલ્હી સરકાર દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કોઈ પગલાં લઈ રહી નથી. દિલ્હીમાં હવાની ગુણવત્તા ખરાબ છે. આપ સરકારનો ઈરાદો દિલ્હીના લોકોના સ્વાસ્થ્ય સાથે રમવાનો છે. દિલ્હીની જનતા આપ સરકારને જડબાતોડ જવાબ આપશે.