આગામી કેટલાક મહિનામાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો તબક્કો શરૂ થઈ ગયો છે. બુધવારે દિલ્હીના મુખ્યમંત્રી અતિશીએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો હતો. CM અતિશીએ પરવેશ વર્મા પર દિલ્હીના મતદારોને રોકડ વહેંચવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે મુખ્યમંત્રી અતિશીએ સીબીઆઇ અને દિલ્હી પોલીસને પ્રવેશ વર્માના ઘરે દરોડા પાડવાની પણ માંગ કરી છે.

દિલ્હીના મુખ્યમંત્રી અતિશીએ આરોપ લગાવ્યો છે કે ભાજપ નેતા પરવેશ વર્માએ દિલ્હીની મહિલાઓના વોટર કાર્ડ જોઈને એક હજાર રૂપિયા વહેંચ્યા છે. આ દરમિયાન ઝ્રસ્ અતિશીએ એક ફોટો બતાવ્યો અને દાવો કર્યો કે તેમના ઘરે મહિલાઓને પૈસા વહેંચવામાં આવ્યા છે. આ દરમિયાન અતિશીએ પોતાના હાથમાં વર્માનો ફોટો બતાવ્યો અને આરોપ લગાવ્યો કે પરવેશ વર્મા પૈસાની વહેંચણી કરતી વખતે રંગે હાથે પકડાયો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અતિશીએ સીબીઆઇ અને દિલ્હી પોલીસ પાસે પરવેશ વર્માના ઘરે દરોડા પાડવાની માંગ કરી છે.સીબીઆઇ અને પોલીસને પરવેશ વર્માના ઘરનું સરનામું આપતાં આતિશીએ કહ્યું કે જો તમે અત્યારે ૨૦-વિંજર પ્લેસ પર દરોડો પાડો તો તમને કરોડો રૂપિયા મળશે.મુખ્યમંત્રી  અતિશીએ કહ્યું કે ભાજપ પૈસાના આધારે હારેલી ચૂંટણી જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન અતિશીએ પરવેશ વર્માની ધરપકડની માંગ કરી હતી. આ સાથે અતિશીએ કહ્યું કે આ મામલે CBI, ED અને દિલ્હી પોલીસે જવાબ આપવો પડશે.

કેજરીવાલએ પણ એકસ પર પોસ્ટ કરીને પ્રવેશ વર્મા પર આરોપ લગાવ્યોપ.’તે કહે છે કે કોઈ પણ સ્ત્રી ખાલી હાથે પોતાનું ઘર છોડશે નહીં. આજથી દિલ્હીભરની મહિલાઓ તેના ઘરે જઈને પૈસા લઈને આવે.’

અતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં બીજેપી પર આરોપ લગાવ્યો કે કેટલીક મહિલાઓ પરવેશ વર્માના ઘરે ગઈ અને બહાર નીકળતી વખતે તેમના હાથમાં ૧૧૦૦ રૂપિયા અને એક પેમ્ફલેટ હતી.અતિશીએ કહ્યું કે પરવેશ વર્માની સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પીએમ મોદીની તસવીરો પણ પેમ્ફલેટમાં સામેલ છે. આ તમામ પુરાવા બતાવીને CM અતિશીએ પરવેશ વર્માની ધરપકડની માંગ કરી છે.

બીજેપી નેતા પરવેશ વર્મા એકસ પર જણાવે છે કે, “ગઈકાલે, મેં દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું એક ટીવટ જોયું અને આજે મેં વર્તમાન મુખ્યમંત્રીને જોયા, જે અસ્થાયી મુખ્યમંત્રી છે, તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. તેઓ જ્યારે મુખ્ય પ્રધાન બન્યા ત્યારે આખું દિલ્હી કેબિનેટ તિહાર જેલમાં હતું, મેં તેમની પ્રેસ કોન્ફરન્સ પણ જોઈ અને તે પછી આપના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ મારા ઘરની આસપાસ ફરતા જોવા મળ્યા હતા.આપના આવા વરિષ્ઠ નેતાઓને નવી દિલ્હી વિધાનસભા વિશે ચિંતિત જોવું સારું છે”