દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડીગ કમિટીની ૧૮મી સીટ પર બીજેપીના સુંદર સિંહ તંવર જીતી ગયા છે. શુક્રવારે થયેલા વોટિંગમાં સુંદર સિંહ તંવરને ૧૧૫ વોટ મળ્યા હતા. આ જીત સાથે ૧૮ સભ્યોની સ્ટેન્ડીગ કમિટીમાં ભાજપ પાસે ૧૦ અને આપના ૮ સભ્યો છે. આ સાથે સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન ભાજપના જ બનશે તે નક્કી થયું છે.આપે આ મતદાનને ગેરકાયદે ગણાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને કોંગ્રેસ પણ મતદાનમાં ગેરહાજર રહી હતી. તમને જણાવી દઈએ કે સ્ટેન્ડીગ કમિટી મહાનગરપાલિકાની સૌથી શક્તિશાળી સંસ્થા છે.
એમસીડીના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ ચૂંટણીમાં ભાગ લીધો ન હતો આ ચૂંટણી આપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વિના થઈ રહી છે એમસીડીના એડિશનલ કમિશનર આઇએએસ ઓફિસર જીતેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ છે, જેમણે મેયર અને ડેપ્યુટી મેયરની ગેરહાજરીમાં કમિશનરને પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતાં આમ આદમી પાર્ટી અને મેયર ચૂંટણી સામે કોર્ટમાં જઈ શકે છે.જિતેન્દ્ર યાદવે ચૂંટણીનું સંચાલન કર્યું હતું.
આમ આદમી પાર્ટીએ પહેલેથી જ જાહેરાત કરી દીધી છે કે તે એમસીડીમાં આજે યોજાનારી સ્ટેન્ડીગ કમિટીના સભ્યોની ચૂંટણીમાં ભાગ નહીં લે. મેયરે જણાવ્યું હતું કે આજે યોજાનારી ચૂંટણી ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે. આ અંગે મેયરે કમિશનરને પત્ર લખ્યો છે. ૫ ઓક્ટોબરે જ મેયરની ચૂંટણી યોજાશે. જા આજે ચૂંટણી થશે તો આપ કોર્ટમાં જવાનું વિચારશે. આમ આદમી પાર્ટીએ કહ્યું કે ભાજપ ચૂંટણીમાં મળેલી હારને પચાવી શકી નથી અને વહીવટીતંત્રનો દુરુપયોગ કરીને એમસીડી પર કબજા કરવા માંગે છે. આ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સિલરો ભાજપમાં જાડાયા હતા.
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે એમસીડી સ્ટેન્ડીગ કમિટીના એક સભ્યની ચૂંટણી થવાની છે. આ માટે ગઈકાલ સાંજથી જ જંગ જામ્યો છે. હવે એમસીડી કમિશનરે આદેશ જારી કરીને આજે જ ચૂંટણી યોજવા જણાવ્યું છે. આના પર મનીષ સિસોદિયાએ સવાલ પૂછ્યો કે એક અધિકારી ચૂંટાયેલા ગૃહની બેઠકની અધ્યક્ષતા કેવી રીતે કરી શકે. આ સાથે જ ભાજપે કહ્યું કે આમ આદમી પાર્ટી ચૂંટણીથી કેમ ભાગી રહી છે. એક કલાકમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. ગૃહમાં માત્ર ભાજપના કાઉન્સિલરો હતા. ન તો મેયર કે કોઈ આપ કાઉન્સિલર હાજર ન હતા. મતદાનની પ્રક્રિયા દરેકને સમજાવવામાં આવી અને પછી મતદાન થયું. એક પછી એક કાઉÂન્સલરોના નામ લેવામાં આવ્યા અને ઉપસ્થિત લોકોએ પોતાનો મત આપ્યો.
વાસ્તવમાં ભાજપના નેતા કમલજીત સેહરાવત પશ્ચિમ દિલ્હી બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા બાદ એક બેઠક ખાલી પડી હતી. આ બેઠક માટે ચૂંટણી યોજાવાની છે. દરમિયાન કાઉન્સિલરો પાસે મોબાઈલ છે કે નહીં તેની તપાસ કરવા મુદ્દે હોબાળો થયો હતો. આ પછી મેયર શેલી ઓબેરોયે એમસીડી સ્ટેન્ડીગ કમિટીની ચૂંટણી સ્થગિત કરી દીધી અને ગૃહની બેઠક ૫ ઓક્ટોબર સુધી સ્થગિત કરી દેવામાં આવી. દરમિયાન, એલજી વીકે સક્સેનાએ મોડી રાત્રે સ્થાયી સમિતિની છેલ્લી ખાલી બેઠક માટે ચૂંટણી મોકૂફ રાખવાના નિર્ણયને ઉલટાવી દીધો અને એમસીડી કમિશનર અશ્વિની કુમારને ૧૦ વાગ્યા સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો.
દિલ્હી એમસીડીની સ્થાયી સમિતિની ચૂંટણીનો મુદ્દો પણ દિલ્હી વિધાનસભામાં ઉઠાવવામાં આવ્યો છે. આપ ધારાસભ્ય દિલીપ પાંડેએ ગૃહમાં કહ્યું કે એમસીડીમાં લોકશાહીની હત્યા થઈ રહી છે. ગઈકાલે મેયરે ગૃહ સ્થગિત કરી દીધું હતું. આગામી બેઠક ૫ ઓક્ટોબરે બોલાવવામાં આવી હતી. જે બાદ રાત્રે એલજી તરફથી પત્ર આવ્યો કે ૧૦ વાગ્યા સુધીમાં ચૂંટણી યોજવી જાઈએ. ત્યારે આજે ૧ વાગે આવીને ચૂંટણી માટે આદેશ કર્યો હતો. આ બધું લોકશાહીની વિરુદ્ધ છે. કેટલાક અધિકારીને પ્રિસાઇડિંગ ઓફિસર બનાવ્યા. શું હવે કોઈ બાબુ ગૃહ ચલાવશે? આ પછી,આપ ધારાસભ્યોએ દિલ્હી વિધાનસભામાં હંગામો મચાવ્યો, એમસીડી સ્ટેન્ડીગ કમિટીના સભ્યોની ચૂંટણી જબરદસ્તીથી કરાવવાનો આરોપ લગાવ્યો. જેના કારણે ગૃહની કાર્યવાહી ૧૫ મિનિટ માટે સ્થગિત કરવામાં આવી હતી.