વર્ષ ૨૦૨૦ માં થયેલી હિંસા અંગે દિલ્હીની એક કોટર્માં કેસ ચાલી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે કોર્ટ હોળી પછી ૨૪ માર્ચે દિલ્હીના નવા મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો આદેશ આપવો કે નહીં તે અંગે પોતાનો ચુકાદો આપી શકે છે. જાકે, દિલ્હી પોલીસે કોટર્માં કપિલનો બચાવ કર્યો અને કહ્યું કે હિંસામાં કપિલ મિશ્રાની કોઈ ભૂમિકા નહોતી. તેને ફક્ત ફસાવવામાં આવી રહ્યો છે.
રાજધાની દિલ્હીમાં, પાંચ વર્ષ પહેલાં ૨૦૨૦ માં થયેલા ઉત્તર-પૂર્વ દિલ્હી રમખાણોના સંદભર્માં ભારતીય જનતા પાટીર્ના નેતા અને દિલ્હીના મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ હ્લૈંઇ નોંધવાની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. જોકે, દિલ્હી પોલીસે આ માંગનો વિરોધ કર્યો છે.
દિલ્હી પોલીસે રાઉઝ એવન્યુ કોટર્માં પોતાની લેખિત દલીલો દાખલ કરી છે. પોલીસે પોતાની દલીલમાં કહ્યું કે કપિલ મિશ્રાને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે. દિલ્હી હિંસા કેસમાં કપિલ મિશ્રાની કોઈ ભૂમિકા નહોતી. હાલમાં, રાઉસ એવન્યુ કોર્ટે આ મામલે પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
અગાઉ, ગયા મહિને ૨૭ ફેબ્રુઆરીના રોજ સુનાવણી દરમિયાન, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વૈભવ ચૌરસિયાએ ૨૭ ફેબ્રુઆરીના રોજ સુનાવણી પછી પોતાનો આદેશ અનામત રાખ્યો હતો, કારણ કે તપાસમાં કહેવામાં આવ્યું હતું કે કપિલ મિશ્રા પર દોષારોપણ કરવાની યોજના ઘડવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે કોર્ટ ૨૪ માર્ચે દિલ્હી હિંસામાં તેમની કથિત ભૂમિકાની તપાસ માટે દિલ્હીના મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ એફઆઇઆર નોંધવા માટે પોલીસને નિર્દેશ આપવા કે નહીં તે અંગે પોતાનો આદેશ આપી શકે છે.
જસ્ટિસ વૈભવ ચૌરસિયા યમુના વિહારના રહેવાસી મોહમ્મદ ઇલ્યાસ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. આ અરજીમાં કપિલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની વિનંતી કરવામાં આવી હતી. જાકે, પોલીસે આનો વિરોધ કર્યો અને દાવો કર્યો કે રમખાણોમાં તેમની કોઈ ભૂમિકા નથી. પોલીસે કોર્ટને એ પણ જણાવ્યું હતું કે એફઆઇઆરમાં કપિલની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી છે.
સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે, ડીપીએસજી (દિલ્હી પ્રોટેસ્ટ સપોર્ટ) જૂથની વાતચીત દર્શાવે છે કે ચક્કા જામનું આયોજન ૧૫ અને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૦ પહેલા કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કપિલ પર દોષારોપણ કરવાની યોજના ઘડી હતી.ફરિયાદી મોહમ્મદ ઇલ્યાસે દયાલપુરના તત્કાલીન સ્ટેશન ઇન્ચાર્જ કપિલ મિશ્રા, ભાજપના ધારાસભ્ય મોહન સિંહ બિષ્ટ અને ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય જગદીશ પ્રધાન અને સતપાલ અને અન્ય ૫ લોકો સામે એફઆઈઆર નોંધવા માટે નિદેર્શાે માંગ્યા હતા.