રાજુલાના દીપડીયા ગામેથી પોલીસે બે જુગારીને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રોકડા રૂ. ૭૮૦ મળી આવ્યા હતા. જયસુખભાઈ પોપટભાઈ બારૈયા તથા લાલજીભાઈ બીજલભાઈ બારૈયા જાહેરમાં ગંજીપત્તાથી તીનપત્તીનો જુગાર રમતાં રોકડા રૂપિયા ૭૮૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ. જી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.