વર્ષ ૨૦૨૫ના પ્રથમ છ મહિના માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. તે પ્રતિષ્ઠિત સંસ્થા હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ પાસપોર્ટને તે પાસપોર્ટ ધારક કોઈપણ પૂર્વ વિઝા વિના કેટલા દેશોની મુલાકાત લઈ શકે છે તેના આધારે રેન્ક આપે છે.
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી છે, જે ધારકોને વિશ્વના ૧૯૫ દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. આ યાદીમાં ભારત અને પાડોશી દેશ પાકિસ્તાનનો પાસપોર્ટ કયા નંબર પર આવે છે તે જાઇએ
વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના સંદર્ભમાં જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં બીજા ક્રમે છે. જાપાની પાસપોર્ટ ૧૯૩ દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે.
દક્ષિણ કોરિયા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને ફિનલેન્ડ સંયુક્ત રીતે ત્રીજા સ્થાને છે. તેમનો પાસપોર્ટ ૧૯૨ દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રીની મંજૂરી આપે છે.
ચોથા ક્રમે ઓÂસ્ટ્રયા, ડેનમાર્ક, આયર્લેન્ડ, લક્ઝમબર્ગ, નોર્વે, સ્વીડન અને નેધરલેન્ડ છે, જેમના પાસપોર્ટ પર ૧૯૧ દેશો વિઝા ફ્રી એન્ટ્રી આપે છે.૧૯૦ દેશોમાં પ્રવેશ સાથે, બેÂલ્જયમ, પોર્ટુગલ, ન્યુઝીલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને બ્રિટન વિશ્વના સૌથી શÂક્તશાળી પાસપોર્ટની યાદીમાં પાંચમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા અને ગ્રીસ છઠ્ઠા ક્રમે છે, જે ૧૮૯ દેશોમાં વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપે છે. કેનેડા, માલ્ટા અને પોલેન્ડ વિઝા ફ્રી ટ્રાવેલ ધરાવતા ૧૮૮ દેશોમાં સાતમા ક્રમે છે.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના પાસપોર્ટની હાલત અત્યંત દયનીય છે. પાકિસ્તાન ફરી એકવાર સૌથી નબળા પાસપોર્ટ ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયું છે. પાકિસ્તાની પાસપોર્ટ ધરાવતા લોકો વિઝા વિના માત્ર ૩૩ દેશોની મુલાકાત લઈ શકે છે. પાકિસ્તાનના પાસપોર્ટનો નંબર ૧૦૩ છે. નોંધનીય છે કે ગૃહયુદ્ધમાં ફસાયેલા આરબ દેશ યમનના પાસપોર્ટનું પણ આ જ રેન્કિંગ છે. . જે દેશોનો પાસપોર્ટ પાકિસ્તાન કરતા નબળો છે તેમાં ઈરાક (૧૦૪મા ક્રમે), સીરિયા (૧૦૫મા ક્રમે) અને અફઘાનિસ્તાન (૧૦૬મા ક્રમે)નો સમાવેશ થાય છે.
ભારતનો પાસપોર્ટ વિશ્વમાં ૮૫મા ક્રમે છે. ભારતીય પાસપોર્ટ પર વિશ્વના ૫૭ દેશોમાં વિઝા ફ્રી ટ્રાવેલ કરી શકાય છે. જા કે ભારતના પાસપોર્ટની રેન્કિંગમાં ગયા વર્ષની સરખામણીમાં ૫ પોઈન્ટનો ઘટાડો થયો છે.સોમાલિયા, નેપાળ, પેલેસ્ટાઈન અને બાંગ્લાદેશ પાકિસ્તાનથી ઉપર છે. સોમાલિયાનો પાસપોર્ટ વિશ્વમાં ૧૦૨મા ક્રમે છે.