રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે ભારતને તેના લઘુમતીઓના મુદ્દાઓ પર ધ્યાન આપવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ હવે આપણે અન્ય દેશોમાં લઘુમતી સમુદાયોની સ્થિતિ જાઈ રહ્યા છીએ.
હિંદુ સેવા મહોત્સવના ઉદ્‌ઘાટન સમારોહમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં શાંતિની વાતો થાય છે, પરંતુ યુદ્ધો અટકતા નથી. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં લઘુમતીઓ વિશે અમને સલાહ આપવામાં આવે છે, પરંતુ હવે અમે જાઈ રહ્યા છીએ કે અન્ય દેશોમાં લઘુમતી સમુદાયો કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
આરએસએસના વડાએ પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય સામેની હિંસાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. જા કે, તાજેતરના સપ્તાહોમાં શેખ હસીનાની સરકારની હકાલપટ્ટી બાદ તે દેશમાં હિન્દુઓની સ્થિતિ અંગે આરએસએસે ચિંતા વ્યક્ત કરી હતી. ભાગવતે કહ્યું, ‘માણસનો ધર્મ (માનવ ધર્મ) એ તમામ ધર્મોનું મૂળ છે, જે વિશ્વ ધર્મ છે અને તેને હિન્દુ ધર્મ પણ કહેવામાં આવે છે. જા કે, દુનિયા આ ધર્મને ભૂલી ગઈ છે, જેના કારણે આજે પર્યાવરણીય અને અન્ય સમસ્યાઓ ઉભી થઈ રહી છે.
તેમણે કહ્યું કે ઘણા લોકો માને છે કે ભારત વિના વિશ્વમાં શાંતિ શક્ય નથી, કારણ કે છેલ્લા ૩,૦૦૦ વર્ષોએ બતાવ્યું છે તેમ માત્ર તેનું પરંપરાગત જ્ઞાન અને અનુભવ જ તેને લાવી શકે છે. વિશ્વને શાંતિ તરફ માર્ગદર્શન આપવાની જવાબદારી ભારતની છે.
મહારાષ્ટÙના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે નાગપુરમાં સ્મારક સ્થળ પર આરએસએસના સ્થાપક ડા. કે.બી. હેડગેવારને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે રાષ્ટÙ નિર્માણમાં આરએસએસના યોગદાનને કોઈ અવગણી શકે નહીં. શિંદેએ નાગપુરના રેશિમબાગમાં ડો. હેડગેવાર સ્મારક સ્થળની મુલાકાત લીધા બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સંઘ પરિવાર અને શિવસેનાની વિચારધારા સમાન છે. તેમણે કહ્યું કે તેઓ બાળપણથી જ સંઘ પરિવાર સાથે જાડાયેલા છે અને પહેલા સંઘની શાખામાં જાડાયા, પછી શિવસેના શાખામાં ગયા. તેમણે કહ્યું કે સંઘ પરિવાર અને શિવસેનાની વિચારધારા એક જ છે અને કોઈ પણ અપેક્ષા વગર કેવી રીતે કામ કરવું તે સંઘ પરિવાર પાસેથી શીખવું જાઈએ.
શિંદેએ એમ પણ કહ્યું કે સંઘનું કામ કોઈપણ સ્વાર્થ વગર થાય છે અને સંઘની શિખામણ સમાજને જાડવાની છે, વિભાજન કરવાની નહીં. તેમણે કહ્યું કે હેડગેવારના સ્મારકની મુલાકાત લેવાથી વ્યક્તિને નવી ઊર્જા મળે છે. આ દરમિયાન, વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર, કાઉન્સિલના ઉપાધ્યક્ષ નીલમ ગોર અને શાસક પક્ષોના અન્ય ધારાસભ્યો પણ શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા અને સંઘના અધિકારીઓ પાસેથી સંઘ વિશે માહિતી લીધી હતી.