આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભાર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે વિતરણ કરાયું
(એ.આર.એલ),ભરૂચ,તા.૧૫
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતમાં જનજાતિય ગૌરવ દિવસની ભરૂચ જિલ્લાના નેત્રંગ Âસ્થત ભક્તિધામ સ્વામીનારાયણ મંદિર ખાતે ઉલ્લાસમય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય રમણભાઈ સોલંકી અને ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતિની સૌ આદિવાસી બાંધવોને શુભકામના પાઠવી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ઝારખંડના જમુઈ વિસ્તારના ખૂંટી ખાતે સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાએ માત્ર ૨૫ વર્ષની નાની ઉંમરે અંગ્રેજા સામે બાથ ભીડી અને ભારતની આઝાદી માટે પોતાની સેના તૈયાર કરી એજ તેમની અદમ્ય શÂક્ત, ન્યાયપ્રિયતા અને લોકો માટે લડવાના તેમના સાહસને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. માત્ર એટલું જ નહીં પણ આદિવાસી સમાજમાં તે સમયે પ્રવર્તતા કેટલાંક કુરિવાજા અને વિકાસ માટેના અવરોધોને દૂર કરી અંધવિશ્વાસમાંથી બહાર લાવી, યુવાનોમાં જાવા મળતા વ્યસનોને દૂર કરી તેમણે આદર્શ જીવન જીવવાનો નવો રાહ ચીંધ્યો હતો. માત્ર ૨૫ વર્ષની ઉંમરે કરેલા મહાન કાર્યો બાદ ક્રાંતિકારી, પ્રગતિવાદી ભગવાન બિરસા મુંડાનું મૃત્યુ પણ કોઈ સામાન્ય બાબત નથી, તે આદિવાસી સમાજ સહિત સૌ કોઈ માટે પથદર્શક અને પ્રેરણા પૂરી પાડનાર છે.
રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી વિસ્તારોમાં પોતાના જીવનનો કેટલોક સમય વિતાવ્યો હતો. જેથી ગરીબીને તેમણે નજીકથી નિહાળી હતી. જેના પરિણામે તેઓએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જનજાતિ સમુદાયના બાળકોના શિક્ષણ માટે અંતરિયાળ વિસ્તારોમાં મોડેલ સ્કૂલો, રેસિડેÂન્સયલ શાળાઓના માધ્યમથી શિક્ષણની જ્યોતને વધુ મજબૂત કરી આદિવાસી સમુદાયના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું. શહેર જેવી જ સુવિધા ગામડાઓમાં મળી રહે તે માટે અનેક માળખાકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવી વિકાસના ફળ આદિવાસી સમુદાયના નાગરિકોને ચખાડ્યા છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી રાષ્ટÙનો ખેડૂત સમૃદ્ધ બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે. ગુજરાતના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને મિશનની માફક અપનાવી જેનાથી આજે રાજ્યમાં ૧૦ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં ચાર હજાર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રમાણીકરણ મળ્યું જે અંગેના મિશનને રાજ્યપાલશ્રીએ બિરદાવ્યું હતું. આ નોંધાયેલા ખેડૂતો પોતાની પ્રાકૃતિક ખેતીની ઉપજને બજારમાં સારા ભાવે વેચીને આર્થિક સમૃદ્ધિ થકી પોતાના પરિવારને આત્મનિર્ભર બનાવી શકશે. આદિવાસી સમુદાય તેમના પૂર્વજાથી જ પ્રાકૃતિક ખેતી કરતો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે, આદિવાસી સમાજના ચિરાગ તરીકે કાર્ય કરી ગયેલા ભગવાન બિરસામુંડાના કાર્યોને આજે આપણે સૌ યાદ કરીએ છીએ. આદિવાસી સમાજના ઉત્થાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ સતત કાર્યરત રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના કાર્યોને સુપેરે આગળ ધપાવી રહ્યા છે. આદિવાસી સમાજની જન સુખાકારી માટે અનેક યોજનાઓ બનાવી બજેટમાં પણ અલાયદી વ્યવસ્થાકરી છે. આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે શાળામાં નવા ઓરડા, પ્રિ-મેટ્રિક સ્કોલરશીપ, નિવાસી શાળાઓ, સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગો, વિદેશ અભ્યાસ માટે સ્કોલરશીપ અને બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી રાજપીપલામાં સ્થાપના કરી શિક્ષણને વધુ વેગવાન બનાવ્યું છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
ભરૂચના સાંસદી મનસુખભાઈ વસાવાએ ભગવાન બિરસામુંડાના કાર્યોને યાદ કરી તેમણે આપેલા વિચારો થકી આદિવાસી સમાજને કુરિવાજા, અંધશ્રદ્ધા અને વ્યસનથી દૂર કરવાની પહેલને સ્વીકારી આદિવાસી સમાજની ઉન્નતિ માટે સતત પ્રયત્નશીલ રહીએ અને રાજ્યપાલશ્રીના પ્રાકૃતિક કૃષિના અભિયાનને અપનાવી ભાવી પેઢીને સ્વસ્થ જીવવનની ભેટ આપીએ તેમ કહ્યું હતું. આ વેળાએ ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો નેત્રંગ ખાતેથી રાજ્યપાલશ્રીના હસ્તે શુભારંભ કરાયો હતો. તેમજ આદિજાતિ વિભાગના યોજનાકીય લાભોનું લાભોર્થીઓને રાજ્યપાલશ્રીના હસ્તે વિતરણ કરાયું હતું.