(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના ૮૬માં સ્થાપના દિવસ પર સુરક્ષા દળોને અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને દેશની સુરક્ષામાં સીઆરપીએફની ભૂમિકાને સર્વોપરી ગણાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની પોસ્ટમાં રાષ્ટÙ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ અને તેમની અથાક સેવા ખરેખર પ્રશંસનીય છે. તેઓ હંમેશા હિંમત અને પ્રતિબદ્ધતાના ઉચ્ચતમ ધોરણો માટે ઊભા રહ્યા છે. આપણા દેશને સુરક્ષિત રાખવામાં પણ તેમની ભૂમિકા સર્વોપરી છે.ગૃહમંત્રી અમિત શાહે પણ સીઆરપીએફ જવાનો અને તેમના પરિવારના સભ્યોને સ્થાપના દિવસના અવસર પર અભિનંદન પાઠવ્યા હતા. શાહે ટ્‌વટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “સીઆરપીએફના જવાનો અને તેમના પરિવારના સભ્યોને દળના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. સીઆરપીએફે તેની શરૂઆતથી જ રાષ્ટય સુરક્ષાને તેના મિશન તરીકે લીધી છે. દળના બહાદુર સૈનિકોએ તેમના જીવની પરવા કર્યા વિના આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે તેમની તમામ શÂક્ત લગાવી દીધી અને દરેક વખતે વિજયી બન્યા. હું સીઆરપીએફના એ શહીદોને સલામ કરું છું જેમણે ફરજની લાઈનમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું.
તમને જણાવી દઈએ કે સીઆરપીએફની સ્થાપના આઝાદી પહેલા ૧૯૩૯માં અંગ્રેજા દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ દળનું નામ ક્રાઉન રિપ્રેઝન્ટેટિવ પોલીસ હતું. આઝાદી પછી, ૨૮ ડિસેમ્બર, ૧૯૪૯ ના રોજ, સંસદમાં એક કાયદો લાવવામાં આવ્યો અને આ દળનું નામ બદલીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કરવામાં આવ્યું. આઝાદી પછી,સીઆરપીએફને રજવાડાઓને ભારત સરકાર હેઠળ લાવવાની જવાબદારી પણ સોંપવામાં આવી હતી. જૂનાગઢ, હૈદરાબાદ, કાઠિયાવાડ અને કાશ્મીર જેવા રજવાડાઓને ભારતમાં સમાવવામાં સીઆરપીએફે મોટી ભૂમિકા ભજવી હતી. આ રજવાડાઓએ ભારતમાં જાડાવાની ના પાડી દીધી હતી. ઉપરાંત, રાજસ્થાન, કચ્છ અને સિંધ સરહદોમાં ઘૂસણખોરી રોકવામાં સીઆરપીએફે મોટી ભૂમિકા ભજવી હતી.
સીઆરપીએફએ ૨૧ ઓક્ટોબર ૧૯૫૯ના રોજ ચીનના હુમલાને નિષ્ફળ બનાવીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ બલિદાનની યાદમાં, સ્મારક દિવસ દર વર્ષે ૨૧ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે.સીઆરપીએફએ ૧૯૬૨ માં ચીની આક્રમણ દરમિયાન અરુણાચલ પ્રદેશમાં ભારતીય સેનાને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી હતી જેમાં દળના ૮ સૈનિકો શહીદ થયા હતા. આ સિવાય ૧૯૬૫ અને ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં સીઆરપીએફએ પાકિસ્તાન સામે ભારતીય સેના સાથે ખભે ખભા મિલાવીને લડ્યા હતા.
૧૯૭૦ ના દાયકામાં ત્રપુરા અને મણિપુરમાં વિક્ષેપિત શાંતિ દરમિયાન,સીઆરપીએફ સૈનિકોએ ઘણા વર્ષો સુધી ઓપરેશન ચલાવ્યું અને આ વિસ્તારમાંથી આતંકવાદીઓને ખતમ કર્યા. આ સિવાય ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ ભારતીય સંસદ પર થયેલા આતંકવાદી હુમલાને સીઆરપીએફ જવાનોએ બહાદુરી બતાવીને નિષ્ફળ બનાવ્યો હતો. હુમલા દરમિયાન સીઆરપીએફ અને આતંકવાદીઓ વચ્ચે ૩૦ મિનિટ સુધી